દારૂ ભરેલી કારને લક્ઝરીની ટક્કર, બોટલોની લૂંટ માટે પડાપડી

ગુજરાતમાં દારૂબંધીના નામે દારૂની રેલમછેલની વધુ એક ઘટના સામે આવી છે. મહેસાણા નજીક લક્ઝરી અને દારૂ ભરેલી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેકને કારની જારદાર ટક્કર વાગતા કાર ફંગોળાઇની રસ્તા વચ્ચે જ આવી ગઇ હતી. આ ઘટનાની જાણી થતાં સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કારમાં ભરેલ દારૂની પેટીઓ અને બોટલો લેવા માટે રીતસરની પડાપડી થઇ હતી. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં મોઢેરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે મહેસાણા નજીક આવેલી મોટપ ચોકડી પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દારૂ ભરેલી કાર ફંગોળાઇને રોડ વચ્ચે પડતા દારૂની બોટલો રોડ ઉપર પડી હતી. તેના લીધે રીતસરની લોકોએ પડાપડી કરી હતી. આ ઘટનાના કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ ઘટના સ્થળે દોડી આવતા જ લક્ઝરી બસ અને કારનો કબ્જા મેળવી લીધો હતો. આ અંગે પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.