02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મુંબઈની ઇએસઆઈસી હોસ્પિટલમાં ભીષણ આગ : 6 લોકોનાં મોત, 147થી વધુ લોકોને બચાવી લેવાયા

મુંબઈની ઇએસઆઈસી હોસ્પિટલમાં ભીષણ આગ : 6 લોકોનાં મોત, 147થી વધુ લોકોને બચાવી લેવાયા   18/12/2018

મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી ઇએસઆઈસી કામગાર હોસ્પિટલમાં સોમવારે સાંજે આગ લાગવાથી 6 લોકોના મોત થયા છે. 147થી વધુ લોકોને ઇજા થઈ છે. 50થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. 5 માળની હોસ્પિટલમાં આગ લાગી ત્યારે 150થી વધુ દર્દી અને તેમના પરિવારજનો હાજર હતા. આગ સાથે ધુમાડો ફેલાતાં ગૂંગળામણથી મોટા ભાગના લોકોનાં મોત થયાં હતાં. અંધેરી એમઆઈડીસી વિસ્તારમાં આ ઈએસઆઈસી કામગાર હોસ્પિટલમાં લાગેલી આગ પર બે કલાકમાં કાબૂમાં મેળવવામાં આવ્યો હતો, પરંતુ ધુમાડો એટલો ફેલાઈ ગયો હતો કે અંદર રહેલા દરદીઓ, તેમના સંબંધીઓ અને કર્મચારીઓમાં ભાગદોડ મચી હતી, જેને લીધે અનેક ઘાયલ થયા છે.અગ્નિશમનના 12 બંબાએ આગ કાબૂમાં લીધી હતી. જોકે મોડી રાત સુધી આગ સંપૂર્ણ બુઝાવવાની કામગીરી ચાલી રહી હતી. સોમવારે સાંજે 4.00 વાગ્યાના સુમારે આગ લાગી હતી. ચોથા માળે ઓપરેશન થિયેટર નજીક શોર્ટ સરકિટથી આગ લાગી હતી એવો પ્રાથમિક અંદાજ છે. આગને લીધે હોસ્પિટલમાં ધુમાડાના પ્રચંડ ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેને લીધે ગૂંગળામણના કારણે મોત થયાં છે, જ્યારે એક જણે મકાનમાંથી ભૂસકો મારતાં તેનું મૃત્યુ થયું હતું.ઘાયલોમાં 15 કૂપર હોસ્પિટલમાં, 23 જોગેશ્વરીના ઠાકરે ટ્રોમા કેર સેન્ટરમાં, 40ને હોલી સ્પિરિટ અને 30 જણને સેવન હિલ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી અનેકની હાલત ગંભીર છે. ભાગદોડમાં અનેકને ગંભીર ફ્રેક્ચર થયાં છે.

Tags :