દિવ્યાંગોની ઓલિમ્પિકમાં 5 ભારતીયોએ લીધો ભાગ, તમામને ગોલ્ડમેડલ, 1 રાજકોટનો ખેલાડી સામેલ

દિવ્યાંગોની ઓલિમ્પિકમાં ભારતીય ટીમે અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન કર્યુ છે. ભારતના પાંચ વિદ્યાર્થી પોર્ટુગલના લિસ્બનમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2018માં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યાં છે. 21 વર્ષમાં આવુ પ્રથમ વખત બન્યુ છે જ્યારે કોઇ દેશ તરફથી ઓલિમ્પિંયાડમાં ભાગ લઇ રહેલી ટીમના તમામ 5 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યો હોય. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા 89 દેશોમાંથી ભારત સિવાય માત્ર ચીન જ એક એવો દેશ છે જેના તમામ ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે. ગોલ્ડ મેડલ જીતનાર વિદ્યાર્થીમાં એક રાજકોટનો છે.
 
મુંબઇના ભાસ્કર ગુપ્તા, કોટાનો લય જૈન, રાજકોટનો નીશાંત અભાગી, જયપુરનો પવન ગોયલ અને કોલકાતાના સિદ્ધાર્થ તિવારીએ 49મી ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલંપિયાડ 2018માં ભાગ લીધો હતો.આ ઓલિમ્પિંકમાં વિશ્વના 396 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી 42 વિદ્યાર્થી ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યાં હતા.ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમની આગેવાની કરી રહેલી સંસ્થા ટાટા ઇન્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઇએફઆર)ના નેશનલ સેન્ટર હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશનમાં સાયન્સ ઓફિસર પ્રવીણ પાઠક કહે છે કે આ વર્ષે ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમે સારૂ પ્રદર્શન કર્યુ છે.1998થી લઇ રહ્યાં છે ભાગ
પ્રવીણ પાઠક કહે છે, "1998માં અમે આ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યાં છીએ. આવુ પ્રથમ વખત થયુ છે જ્યારે ટીમના તમામ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યા છે. આ પહેલા ત્રણ વખત અમે 
4 ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવવામાં સફળ થયા હતા."
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.