02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / હોટલ માલિકના પર્સમાંથી વેઇટ્રેસે ચોરી કર્યા'તાં રૂપિયા, 20 વર્ષ બાદ ચોરીના રૂપિયા કુરિઅરમાં વ્યાજ સહિત મોકલીને માફી માંગી

હોટલ માલિકના પર્સમાંથી વેઇટ્રેસે ચોરી કર્યા'તાં રૂપિયા, 20 વર્ષ બાદ ચોરીના રૂપિયા કુરિઅરમાં વ્યાજ સહિત મોકલીને માફી માંગી   06/08/2018

અમેરિકાના ટક્સન શહેરમાં સ્થિત 'અલ-ચારો' રેસ્ટોરન્ટ માલકણ કાર્લોટ ફ્લોર્સને હાલમાં જ એક સુંદર કુરિઅર મળ્યું હતું. જેને ઓપન કર્યા બાદ તે આશ્ચર્યચકિત થઇ ગઇ હતી. આ કુરિઅર જોવામાં જેટલું સુંદર હતું, તેટલું સુંદર કાર્લોટને તેને ઓપન કર્યા બાદ લાગ્યું હતું. જોકે, તે કુરિઅરની સાથે એક પત્ર અને 100-100 ડોલરના 10 નોટ (લગભગ 70 હજાર રૂપિયા) હતી. આ પત્ર એક પૂર્વ મહિલા કર્મચારીનો હતો, જે રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. જ્યારે રેસ્ટોરન્ટ ઓનરે તેણે મોકલેલાં લેટરને વાંચ્યો ત્યારે તેમને 20 વર્ષ પહેલાં પોતાના પર્સમાંથી થયેલી ચોરીનો સંપૂર્ણ મામલો સમજાઇ ગયો હતો.

રેસ્ટોરન્ટની પૂર્વ મહિલા વેઇટ્રેસે પોતાના લખેલાં લેટરમાં જણાવ્યું, 'હું તમારે ત્યાં 20 વર્ષ પહેલાં કોલેજમાં અભ્યાસ દરમિયાન કામ કરતી હતી. આ 1990ના દશકની વાત છે. તે સમયે મેં મારી સાથે કામ કરતી અન્ય કર્મચારીની વાતોમાં આવીને રેસ્ટોરન્ટની થોડી રકમ ચોરી કરી પોતાના ખિસ્સામાં રાખી હતી. તે કારણ ખૂબ જ ખરાબ હતું અને મને આજ સુધી તે વાતનો અફસોસ છે. મારે એવું કરવું જોઇતું ન હતું, હું ત્યારે ખોટી કર્મચારી હતી. જોકે, હવે હું તે ગુના માટે માફી માંગું છું. હું ચર્ચમાં રહીને મોટી થઇ છું અને આ ભારને પોતાની સાથે લઇને ચાલી શકું નહીં, માટે હું તમારી રકમ તમને પાછી આપી રહી છું. કૃપા કરીને મારી માફી અને વ્યાજ સહિતની આ રકમ સ્વીકાર કરજો. ઈશ્વર તમને અને તમારા પરિવારને આશીર્વાદ પ્રદાન કરે- તમારી પૂર્વ કર્મચારી'

આ લેટરને વાંચ્યા બાદ રેસ્ટોરન્ટ માલિક ફ્લોર્સે કહ્યું, 'આ પત્રએ મને તથા અન્ય કર્મચારીઓને પ્રેરિત કર્યા છે અને ભાવુક પણ કર્યા છે. મને થોડું યાદ છે કે 20 વર્ષ પહેલાં મારું પર્સ ગાયબ થઇ ગયું હતું, પરંતુ આજે વિશ્વાસ થઇ ગયો કે દુનિયામાં સારા લોકો પણ છે. પત્રને વાંચ્યા બાદ રેસ્ટોરન્ટના અન્ય મેનેજર પણ ભાવુક થઇ ગયાં. ફ્લોર્સે કહ્યું, હું નથી જાણતી તે મહિલા કોણ છે. છતાંય હું આ રકમ તેને ફરી પાછી મોકલવાની કોશિશ કરીશ.

Tags :