ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં પવન સાથે ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત

રખેવાળ ન્યુઝ વડાવળ : ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત જોવા મળી રહી છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પડેલી ભારે બરફ વર્ષા ના પગલે સમગ્ર ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે.તેની સાથે ગુજરાતમાં પણ ઠંડી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં આવેલા અણધાર્યા પલટાને લઇ મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધારો થયો હતો.પરંતુ હવામાન વિભાગે વર્ષના અંતિમ સપ્તાહમાં કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરી હતી.તે મુજબ જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું નોર્મલ તાપમાન જોવા મળ્યું હતું.જેને લઇ જોઈએ તેવી ઠંડી પડતી ન હતી.પરંતુ નવા વર્ષની ગણતરીની ઘડીઓ ગણાઇ રહી છે. તેવા સમયે જ ઠંડી નો બીજો રાઉન્ડ જોરદાર જોવા મળી રહ્યો છે. ન્યુનત્તમ અને મહત્તમ એમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને લઇ ઠંડીની જોવાઇ રહી છે ઠંડીનો બીજા રાઉન્ડની જોરદાર શરૂઆત થતાં રવી સીઝનના ખેતી પાકોને ફાયદો થવાની શક્યતાઓ ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ બાદ તીડના ત્રાસ અને અને ઠંડીનું પ્રમાણ આછું હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.
પરંતુ છેલ્લા બે દિવસથી ફરી પાછી ઠંડીની મોસમ શરુ થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે ત્યારે ઠંડીને લઈ લોકો પણ ઠેરઠેર તાપણું કરી ઠંડીથી બચવાનો પ્રયાસ  સાથે ગરમ વસ્ત્રોમાં પણ પરિધાન જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ માંથી મળતી વિગતો પ્રમાણે ડીસામાં ગુરુવારનું લઘુતમ તાપમાન ૨ ડીગ્રીનો ઘટાડો થતા ૧૧.૬ ડીગ્રી નોંધાયું હતુ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.