02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / સિધ્ધપુર ખાતે શહેર ભાજપ વિસ્તારક યોજનાની મિટિંગ યોજાઈ

સિધ્ધપુર ખાતે શહેર ભાજપ વિસ્તારક યોજનાની મિટિંગ યોજાઈ   21/02/2019

આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે સિધ્ધપુર શહેર ભાજપ વિસ્તારક યોજનાની મીટીંગ ભાજપ લોકસભા ઈન્ચાર્જ ભરતભાઈ રાજગોરના અધ્યક્ષ સ્થાને સિધ્ધપુર ખાતે  યોજાઈ મિટિંગની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલ ૪૦ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારબાદ સિદ્ધપુર શહેર ભાજપ દ્વારા ભરતભાઈ રાજગોર અને સિદ્ધપુર શહેર ભાજપ ઈન્ચાર્જ રીન્કુભાઈ પટેલનું ખેસ દ્વારા સન્માન કર્યા બાદ અધ્યક્ષ સ્થાનેથી યોજનાની સવિસ્તાર માહિતી આપવામાં આવી તે મુજબ તારીખ ર૧/ર થી બુથ ઈન્ચાર્જઓએ ઘરે ઘરે જઈ કેન્દ્ર સકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો જેઓને લાભ આપવામાં આવ્યો છે તેઓ સાથે ચર્ચા કરી ચોક્કસ નંબર ઉપર મિસ કોલ કરાવવો  તે જ રીતે તારીખ ર૬/ર/ ના રોજ લાભાર્થીઓને દીપ આપી કમલદીપ કાર્યક્રમનું આયોજન કરવું ર૮/ર ના રોજ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સંવાદ કરવો ઉપરાંત રજી માર્ચના રોજ સમગ્ર શહેરમાં યુવાનો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવું આમ ર૧ ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધીનો વિસ્તારક યોજનાનો ભરચક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તેમજ બુથ અને વોર્ડની જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પ્રમુખ મનીષભાઈ આચાર્ય, વર્ષાબેન પંડ્યા, વિષ્ણુભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, સુષ્માબેન, ચીનુભાઈ બ્રહ્મભટ્ટ, જે.ડી.પટેલ, નારીભાઈ, ભરતભાઈ મોદી, ક્રિષ્નાબેન ઠાકોર, એ.ડી.શ્રીમાળી, નગરપાલિકાની સભ્યો કાર્યકરો ઉપÂસ્થત રહી મીટીંગને સફળ બનાવી હતી.  તેમજ સોંપવામાં આવેલ જવાબદારીઓ સારી રીતે નિભાવવા અધ્યક્ષને આશ્ચસ્ત કરાયા હતા.

Tags :