02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / હારીજમાં તસ્કરોએ ત્રણ બંધ મકાનોને નિશાન બનાવ્યા

હારીજમાં તસ્કરોએ ત્રણ બંધ મકાનોને નિશાન બનાવ્યા   19/12/2018

 
                 હારીજ ખાતે ગેરકાયદેસર પ્રવૃતિ જેવા ગુનાઓ ઓછાં બને તે હેતુથી સમગ્ર નગરને આવરી લેતા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે.જે એક સપ્તાહ પહેલા ચાલુ કરાયા હોવાં છતા તસ્કરો તેમની તરકીબ અજમાવી સોમવારની રાત્રીએ અંબેષ્વર ટાઉનશીપ સોસાયટીમાં ત્રણ મકાનોના તાળાના નકુચા તોડી હાથફેરો કરવા ગયા છે.જેમા એક બંદ મકાન માથી રૂ.૨૮૦૦૦/ના દાગીના સહીત રોકડ રકમ ઉઠાવી ગયા છે જેની ફરીયાદ હારીજ પોલીસ મથકે નોંધાવા પામી છે. 
હારીજ ખાતે ચાણસ્મા હાઇવેપર આવેલી અંબેસ્વર ટાઉનશીપ સોસાયટીમાં ત્રણ બંદ મકાન હતાં.જેમા બાબુલાલ દલપતરામ ઠક્કરનું ૧૮૫ નંબરનું મકાન છે. તેમનાં બે દિકરા કડી ગામે રહેતાં હોઇ ત્યાં ગયા હતાં.એક ૪૭ નંબરનું મકાન ફૌજી ઠાકોર ઉમેદ્‌જી તખાજી અને ૧૫૨ નંબરનું મકાન સમી દેનાબેન્કનાં કર્મી લોક મારી પોતાના વતન બાજુ ગયેલાં હતાં. સોમવારની રાત્રિના સમયે ત્રણે મકાનોના દરવાજા પર મારેલા લોકના નકૂચા તોડી તસ્કરોએ તરખાટ મચાવતા બાબુલાલ ઠક્કરના મકાનમાં લાકડાંના કબાટમા સોનાનો દોરો,વીંટી, ચાંદીના સિક્કા ચાંદીની સેર અને રોકડ રકમ સહીત રૂપિયા ૨૮૦૦૦ હજારની મતા ઉઠાવી ગયા છે.

Tags :