ચૂંટણી પહેલા સરકાર સૂક્ષ્મ સિંચાઇ માટે લાવી રહી છે મહત્વકાક્ષી યોજના,ગુજરાતમાં પાણીની અછત દૂર કરવાનો પ્રયાસ

 
 
ગુજરાતનાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દર ત્રણ વર્ષે દુષ્કાળની સ્થિતિ ઉદભવે છે,જેના કારણે પાણીની અછત સર્જાય છે.જોકે, કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવાની સાથે ખેડૂતોને સમૃધ્ધ બનાવવા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોચાડવું જરૂરી છે. આજ સુધી સરકારે પાઇલોટ પ્રોજેકટ અંતર્ગત રાજ્યના 17 લાખ ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઇ હેઠળ લાભ અપાવ્યો છે.પરંતુ છેલ્લા બે વર્ષથી રૂપાણી સરકારે આ યોજનાનો લાભ ઘટાડી આ યોજનાને નિષ્ફળ બનાવી હોવાની અફવા ચાલી રહી છે.જોકે, મુખ્યમંત્રી નિવાસ સ્થાને તાજેતરમાં મળેલ ઉચસ્તરીય બેઠક બાદ જીજીઆરસીએ નવી અરજીઓ સ્વીકારવાની બંધ કરી દીધી છે. જેના કારણે ખેડૂતોને ઉપરોક્ત યોજના અન્વયે નવા કનેકસનનો લાભ મળી નહીં શકે.સાથે કંપનીને પણ જૂના પેંડીગ કામ તાત્કાલિક પૂરા કરવા સૂચન કરાયું છે.સૂક્ષ્મ સિંચાઇ એ મોદી સરકારનો મહત્વનો પ્રોજેકટ હતો જેમાં અત્યારે કઈક રંધાઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે,પરંતુ હાલ કોઈ કઈ કહવા તૈયાર નથી.લોકસભાની ચૂંટણી આવી રહી છે તેવા સમયે ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની પક્ક્ડ ઢીલી પડી રહી હોય ખેડૂતોના મત અંકે કરવા પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે.નર્મદા કેનાલની આસપાસ ખેડૂતો સુધી પાણી પહોચાડવા મોટાપાયે પાઇપલાઇન નાખવાની કામગીરી થઈ રહી છે.આથી નર્મદા નિગમ અને જીજીઆરસી સાથે મળી ગુજરાતમાં સિંચાઇ માટે કોઈ નવો પ્રોજેકટ લોન્ચ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.નવી યોજના હેઠળ સરકાર સિંચાઇનો લાભ નર્મદા કેનાલ અને તેના કમાન્ડ એરિયા સુધી પહોચાડશે.જેમાં બોર કે કૂવો ન ધરાવતા ખેડૂતોને પણ સૂક્ષ્મ સિંચાઇ અને નર્મદાના પાણીનો લાભ મળી શકે તેવો માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યો છે.હાલમાં છૂટક ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇનો લાભ મેળવે છે પરંતુ હવે એક સાથે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને મોટાપાયે લાભ મળે તે માટે સરકાર ઉપરોક્ત પ્રોજેકટ આધારિત કામગીરીને મંજૂરી આપે તેવી સંભાવના છે.
અત્યારે વરસાદના અભાવે અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરવાના મુદ્દે ખેડૂતોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.જે રોષ ખાળવા સરકાર મોટી જાહેરાત કરી શકે છે.જો આ પ્રોજેકટ સફળ થશે તો કૃષિક્ષેત્રે ગુજરાત નં.1 બની શકે છે.આ યોજના થકી ખેડૂતોને પાણીની અછત નહીં નડે અને તેઓ ત્રણે સિજનમાં ખેતી કરી શકસે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.