PM મોદીએ અધિકારીઓને લીધા ‘લબડધક્કે’, કહ્યું કે મોદીકેરમાં કોઇ જ ભૂલ ના થાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત ઇન્શયોરન્સ યોજના થોડાંક જ દિવસમાં લૉન્ચ થવા જઇ રહી છે. લોન્ચિંગ પહેલાં જ પીએમ એ અધિકારીઓને યોજના સફળ બનાવા અને કોઇપણ ભૂલ ના કરવાનું ધ્યાન રાખવા માટે તાકીદ કરી દીધી છે. 2019ની ચૂંટણીને જોતા પીએમ કોઇપણ પ્રકારની ભૂલ થાય તેવું ઇચ્છતા નથી કારણ કે ચૂંટણીમાં આને મોટો મુદ્દો બનાવી શકે છે.
 
આયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ (NHPC) જેને મોટાભાગે ‘મોદીકેર’ પણ કહેવાય છે. મોદીકેરના પહેલાં તબક્કાનું 15મી ઑગસ્ટના રોજ લોન્ચિંગ થશે. 15મી ઑગસ્ટના રોજ પહેલાં તબક્કાનું લોન્ચ થશે જેની છેલ્લી તારીખ ગાંધીજયંતિ 2 ઑક્ટોબરના દિવસ પસંદ કરાયો છે. પહેલાં તબક્કામાં 12 રાજ્યોમાં આ યોજના લોન્ચ થશે.
 
યોજનાની તૈયારીથી સંબંધિત એક હાઇ લેવલ મીટિંગ પીએમ મોદીએ અધિકારીઓની સાથે કરી. પીએમએ કોઇપણ પ્રકારના ફ્રોડ અને અયોગ્ય લોકો સુધી સ્કીમ પહોંચાડવાથી રોકવા માટે ખાસ સતર્કતા રાખવાની સૂચના આપી. પીએમ એ ખાસ કહ્યું કે ટૂંક સમયમાં જ ચૂંટણી છે અને એવા સમયમાં નાનકડી ભૂલ પણ મોટો મુદ્દો બની શકે છે આથી ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
 
વડાપ્રધાને સ્કીમ સાથે જોડાયેલા લોકોને લઇને પણ કેટલાંક મંતવ્યો આપ્યા. માનવામાં આવે છે કે આ સપ્તાહે જ લોગો પણ રજૂ કરી દેવાશે. વડાપ્રધાન મોદીએ સ્વાસ્થ્ય મંત્રાલયને હોસ્પિટલની સાફ સફાઇ માટે ખાસ સૂચના પણ આપી. તેમણે કહ્યું કે જે હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારતની અંતર્ગત સારવાર થશે તેની સાફ-સફાઇનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
 
આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી સ્વતંત્રતા દિવસના દિવસે જ્યારે રાષ્ટ્રને સંબોધિત કરશે તો આયુષ્યમાન ભારતના લોન્ચની પણ જાહેરાત કરશે. શનિવારના રોજ રિવ્યુ મીટિંગ લગભગ 90 મિનિટ સુધી ચાલી અને તેમાં નીતિ આયોગ, સ્વાસ્થ્ય મંત્રાલય, અને પીએમઓના કેટલાંય વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો.
 
આપને જણાવી દઇએ કે મોદીકેરનો ઉદ્દેશ 50 કરોડ લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવાનો છે. સામાજિક-આર્થિક સ્થિતિ અને જાતીય આંકડાઓના આધાર પર તેમાંથી 10.74 કરોડ લોકો વંચિત સમુદાયના છે. મોદીકેરની અંતર્ગત આ તમામ પરિવારોને વાર્ષિક 5 લાખ સુધીનો હેલ્થ કવર મળશે. પહેલાં તબક્કામાં છત્તીસગઢ, અસમ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને મોટાભાગે સંઘશાસિત રાજ્ય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.