02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુર તાલુકા પંચાયતમાં વિદ્યાર્થીઓને દાખલા મેળવવામાં ભારે હાલાકી

રાધનપુર તાલુકા પંચાયતમાં વિદ્યાર્થીઓને દાખલા મેળવવામાં ભારે હાલાકી   01/06/2019

રાધનપુર : રાધનપુરમાં તાલુકા પંચાયતમાં હાલમાં કોઈ કાયમી તાલુકા વિકાસ અધિકારી નથી,અને છેલ્લા બે દિવસથી સમીના તાલુકા વિકાસ અધિકારી ડી.જી.પટેલને ચાર્જમાં મુકવામાં આવ્યા છે,જેઓ ચાર્જમાં હોવાથી રાધનપુરમાં સમય ફાળવતા નથી.હાલમાં બોર્ડની પરીક્ષાઓ ઉપરાંત અન્ય પરીક્ષાઓના રિજલ્ટ આવી ગયા હોવાથી આગળ અભ્યાસ માટે તાલુકાના વિદ્યાર્થીઓને આવકના-જાતિના-ક્રિમીલિયર સહીત અન્ય દાખલાઓની  જરૂરિયાત હોવાથી રોજના બસ્સોથી વધુ વિદ્યાર્થીઓ તાલુકા પંચાયત કચેરીએ દાખલ કઢાવવા આવતા હોય છે, ગામડેથી ભાડા ભરીને આવતા હોવાથી અને તાલુકા વિકાસ અધિકારી હાજર ના હોવાથી ધરમધક્કા થતા જોવા મળે છે, વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ સાથે આવતા હોવાથી તેમનો પણ સમય બગડે છે.તાલુકા પંચાયતમાં તપાસ કરતા તાલુકા વિકાસ અધિકારી બે દિવસ પહેલા હાજર થવા આવ્યા બાદ ડોકાયા જ નથી, અને વિદ્યાર્થીઓના દાખલાની વાત કરતા આ દાખલાઓમાં તાલુકા વિકાસ અધિકારીની સહીઓ કરવા માટે કર્મચારીઓને લઈને સમી બોલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે કે પાટણ જિલ્લાના ત્રીજા નંબરના તાલુકાની જનતા અને વિદ્યાર્થીઓને કાયમી તાલુકા વિકાસ અધિકારી વગર હાલાકીનો સામનો કરવો પડે છે, જેથી કાં તો કાયમી વિકાસ અધિકારીની તાત્કાલિક નિમણુંક કરવી જોઈએ અથવા સ્થાનિક અધિકારીને ચાર્જ સોંપવો જોઈએ.જેથી વિદ્યાર્થીઓ ઉપરાન્ત તાલુકાની જનતાને હાલાકીનો સામનો કરવો ના પડે. 

Tags :