02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / મોબાઈલ-ઇન્ટરનેટના યુગમાં દિવાળી કાર્ડનો જમાનો અસ્ત

મોબાઈલ-ઇન્ટરનેટના યુગમાં દિવાળી કાર્ડનો જમાનો અસ્ત   06/11/2018

 
 
 
                           હાઇટેક ટેકનોલોજીના યુગમાં દિપાવલીના તહેવારો ટાણે શુભેચ્છા પાઠવવા માટે ઉપયોગમાં લેવાતા ગ્રીટિંગ્સ કાર્ડનો જમાનો હવે અસ્ત થઇ રહ્યો છે. મોબાઈલ અને ઇન્ટરનેટનો જમાનો દિવાળી ગ્રીટિંગ્સકાર્ડ પર હાવી થઇ 
રહ્યો છે.
દિપાવલી અને નૂતનવર્ષ ની શુભેચ્છાઓ પાઠવવા માટે એક જમાનામાં દિવાળી કાર્ડ (ગ્રીટિંગ્સ)નું જબરું ચલણ હતું. દિવાળી કાર્ડની અવનવી વેરાઈટીઓ આકર્ષણનું કેન્દ્ર બનતી હતી. જોકે, મોબાઈલ અને ઇન્ટરનેટના આ યુગમાં દિવાળી ગ્રીટિંગ્સનો જમાનો ક્રમશઃ અસ્ત થઇ રહ્યો છે. જેની સીધી અસર દિવાળી કાર્ડ વેંચતા વેપારીઓ પર વર્તાઈ રહી છે.
આમ, એક સમયે તહેવારોની શુભેચ્છા પાઠવવા માટેના પર્યાયરૂપ ગણાતા ગ્રીટિંગ્સ કાર્ડનો જમાનો હવે ભૂતકાળ બનતો 
જાય છે.

Tags :