02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત પાંચમા દિવસે પણ ઘટાડો

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત પાંચમા દિવસે પણ ઘટાડો   20/11/2018

 
 
 
                                             પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. સતત પાંચમાં દિવસે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમત ૧૭-૨૦ પૈસા સુધી ઘટી ગઇ હતી. ઓક્ટોબર મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવે તે પહેલા અવિરત ભાવ વધારાના લીધે લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું અને ભાવ વધારાને લઇને દેશના જુદા જુદા ભાગોમાં તીવ્ર વિરોધ પ્રદર્શન થયા હતા. મોદી સરકાર ઉપર ભાવ વધારાને લઇને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પ્રહાર કર્યા હતા. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને ૯૧ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. એમ માનવામાં આવી રહ્યું હતું કે, અવિરત ભાવ વધારા વચ્ચે પેટ્રોલ ડીઝલની કિંમત ૧૦૦ રૂપિયાના આંકડાને પાર કરી જશે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં વૈશ્વિક પરિબળો વચ્ચે ઘટાડાની શરૂઆત થતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દેશમાં પણ ઓઇલ કંપનીઓ દ્વારા ઘટાડો કરવાની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી હતી.  

Tags :