રાજસ્થાનમાં સોનિયા-રાહુલની હાજરીમાં ગેહલોતે મુખ્યમંત્રી પદના શપથ લીધા, સચિન પાયલટ નાયબ મુખ્યમંત્રી

રાજસ્થાનમાં આજે અશોક ગેહલોતે 22માં મુખ્યમંત્રી તરીકે જ્યારે સચિન પાયલટે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. શપથ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડુ, કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને તેમના પિતા એચડી દેવગૌડા, મધ્યપ્રદેશના કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, નેશનલ કોન્ફરન્સના નેતા પારુક અબ્દુલા, એનસીપી નેતા શરદ પવાર સહિત શરદ યાદવ પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને ડીએમકે નેતા એમકે સ્ટાલિન પણ શપથ સમારોહમાં પહોંચાયા હતા. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.