ભાભર તાલુકાની હદમાંથી દારૂ ભરેલ જીપડાલું ઝડપાયું

ભાભર : ભાભરમાંથી આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની ટીમે એક પિકઅપ જીપડાલામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૪૨૧ અને જીપ સહિત કુલ રૂપિયા ૩,૪૨,૧૦૦નો મુદ્દામાલ ઝડપી પાડતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા પોલીસ વડાના આદેશ અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની ટીમ દ્વારા ભાભર તાલુકાના મીઠા ગામની સીમ પાસેથી પસાર થતા પિકઅપ ડાલા નંબર જીજે.જે.૧૦ ટી.ટી.૦૦૭૭ બાતમી આધારે રોકાવી તપાસ કરતા આરોપી મેઘા નાગજીભાઈ રબારી રહે.મેડા તા.સાચોર, રાજસ્થાન વાળાને પૂછપરછ અને ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ બોટલ નંગ ૧૪૨૧ કિંમત રૂપિયા ૧,૪૨,૧૦૦નો  ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો.અને ગાડીની કિંમત રૂપિયા ૨૦૦,૦૦૦મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૩,૪૨,૧૦૦કબજે લઇ આરોપીની અટક કરી ભાભર પોલીસ મથક ખાતે આરોપી સામે ગુનો નોંધાવ્યો છે. ભાભર વિસ્તારમાંથી આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.