સરીપડા ગામમાં ગાયને બચાવવા જતા મહિલાને વીજ કરંટ લાગ્યો

પાલનપુર : પાલનપુર તાલુકાના સરીપડા ગામમાં મકાન આગળની કુંડીમાં ખાબકેલી ગાય ને બચાવવા જતા એક મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. જેને તાકીદે સારવાર અર્થે  પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પાલનપુર તાલુકાના સરીપડા ગામમાં ઘર આગળ બનાવેલી છ ફૂટ ઊંડી પાણીની કુંડી માં ગુરુવાર ની સવારે પાણી પીવા જતી વખતે ગાય કુંડી માં પટકાઇ હતી. ત્યારે કુંડીમાં ખાબકેલી ગાયને બચાવવા જતા ૩૬ વર્ષીય ગજરાબેન વરસંગજી ઠાકોર નામની મહિલાને કુંડી નજીક પસાર થતો જીવંત વીજ વાયર હાથને ભાગે અડી જતા તેમને આંગળીના ભાગે વીજ કરંટ લાગ્યો હતો.  દરમિયાન દોડી આવેલા પરીવારજનો એ વીજ કરંટથી ઘાયલ થયેલ ગજરાબેનને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે પાલનપુરની સીવીલ હોસ્પિટલમાં ખસેડ્‌યા હતા. જ્યાં તેમની હાલત સુધારા ઉપર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ચોમાસા ના સમયે વીજ કરંટ ની ઘટનાઓ થી બચવા માટે લોકોએ સજાગતા દાખવવી જરૂરી બને છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.