ટેન્ડર પ્રક્રિયામાં સામાન્ય ક્ષતિને કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં યોજના ખોરંભે

ટેન્ડર પ્રક્રિયામાં સામાન્ય ક્ષતિને કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં યોજના ખોરંભે
 
કુદરતી †ોત એવા જળના મુલ્યને સમજી ખેતી અને પશુપાલનના વ્યવસાય ઉપર નિર્ભર બનાસકાંઠા જિલ્લાના ધરતીપુત્રોએ ખેતીમાં સિંચાઈ, પીયત અને સુક્ષ્મ સિંચાઈ પધ્ધતિ એટલે ડ્રીપ ઈરીગેશન પધ્ધતિને અપનાવી છે. રાજ્યના સરકારે ઈરીગેશન પધ્ધતિ અપનાવનાર ખેડૂતોને સબસીડી સાથે વિશેષ ફાયદો કરાવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવતા આજે બનાસકાંઠા દેશમાં જ નહી વિશ્વમાં પ્રથમ ક્રમે આવ્યો છે. પરંતુ સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં કંપની દ્વારા થયેલ ક્ષતીને કારણે છેલ્લા ચારેક માસથી આ યોજના ખોરંભે પડતા અનેક ખેડૂતો લાભથી વંચિત રહેવા સાથે મુશ્કેલીમાં મુકાયા છે. 
ખેતીમાં મીની ફુવારા પધ્ધતિના વધતા ઉપયોગ સાથે તેની માંગ વધી છે. અને મીની ફુવારા પધ્ધતિનિી ૮૦ થી ૯૦ ટકા માંગ હોય અને પધ્ધતિ અપનાવનારને સરકારની કંપની જી.જી.આર.સી. ટેન્ડર ઉપર સબસીડી આપતી હોય છે. પરંતુ તાજેતરમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયેલ તેમાં ટાઈપીંગ મીસ્ટીક થયેલ અને જે ટેન્ડર ભરાયા અને જે ભાવ આવ્યા તે ભાવમાં કોઈ જ  સંજાગોમાં ક્યારેય કામ ન થઈ શકે. જેને કારણે તમામ પ્રકારની ખેતીમાં સફળ રહેલ મીની ફુવારા પધ્ધતિની કામગીરી માર્ચ માસથી બંધ થઈ ગઈ છે. જેના કારણે સર્જાયેલ Âસ્થતિ સંદર્ભે સરકારને ટેન્ડર સંદર્ભે પુનઃ વિચારણા કરવા ઈરીગેશન એશોસીએશન ઓફ ઈન્ડીયા ગુજરાત ચેપ્ટર દ્વારા રજુઆત કરવામાં આવી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ પ્રકારની ખેતી સુક્ષ્મ સિંચાઈ પધ્ધતિ એટલે કે મીની ફુવારા પધ્ધતિ ખેડૂતો માટે આશિર્વાદરૂપ બની છે પરંતુ ટેન્ડરમાં ટાઈપ મીસ્ટીકને કારણે આ સફળ અને સસ્તી સુક્ષ્મ પધ્ધતિ માર્ચ માસથી બંધ થયેલી છે. ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ અપનાવનાર બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉતતર ગુજરાતમાં વર્તમાન સમયે વરસાદ ખેંચાયો છે. અને ઉભા અણમોલ પાક બળવા સાથે દુષ્કાળની Âસ્થતિ નિર્માણ પામી રહી છે તો બીજી તરફ મીની ફુવારા પધ્ધતિ બંધ થવાના કારણે ખેતીના પાકોને અબજા રૂપિયાનું નુક્શાન થઈ રહ્યું છે 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.