છાપીની ૨૦ વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરતા ચકચાર

વડગામ તાલુકાના છાપી (જ્યોતિનગર)માં રહેતી એક ૨૦ વર્ષીય યુવતીએ મંગળવાર સાંજે ઝેરી દવા ગટગટાવી જીવનલીલા શકેલી લેતા અનેક સવાલ ઉભા થયા હતા જોકે છાપી પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે.
 
સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી મુજબ છાપી જ્યોતિનગરમાં રહેતી અને પીરોજપુરા - રજોસણા ની સીમમાં આવેલી એક ફેકટરી માં નોકરી કરતી માયા ઉર્ફે મમતા કનુભાઈ દરજી મંગળવારે ઝેરી દવા પી આપઘાત કરતા અનેક સવાલ ઉભા થયા હતા દરમિયાન  યુવતી એ કથિત દવા ફેકટરી માં પીધી હોવા નું જાણવા મળે છે યુવતી એ ફેકટરી માં દવા શા માટે પીધી તેને લઈ સવાલો ઉભા થયા હતા યુવતી એ દવા ઘરે પીધી કે ફેકટરીમાં પીધી તે પોલિસ તપાસ બાદ જાણી શકાશે જોકે યુવતીના શબનું પી.એમ પેનલ ડોક્ટરો દ્રારા પરિવારે બીજા દિવસે શા માટે કરાવ્યું? યુવતીના મોતનું રહસ્ય ઘેરુ બનતાં યુવતી ના મોસાળ પક્ષ દ્રારા વધુ કાર્યવાહી ની તજવીજ હાથ ધરી હતી જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોત નું કારણ જાણી શકાશે દરમિયાન પોલીસે હાલ પૂરતો અકસ્માતે મોત નો ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.