02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ રેલી યોજાઈ

પાટણ ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ રેલી યોજાઈ   28/06/2019

પાટણ : દારૂ તથા ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થો સમાજને નૈતિક અધઃપતન તરફ દોરી જાય છે. સમાજમાં પ્રસરી ગયેલી નશાની બદીને નાથવા નશાકારક પદાર્થોના દુરૂપયોગ બાબતેલોકો જાગૃત બને તે માટે ઈન્ટરનૅશનલ ડે અગેઈન્સ્ટ ડ્રગ ઍબ્યુઝ ઍન્ડ ઈલ્લીસીટ ટ્રાફિકીંગઅંતર્ગત આદર્શ સાયન્સ કાલેજના વિદ્યાર્થીઓ દ્વારા વ્યસનમુક્તિ રેલી યોજવામાં આવી હતી. 
યુવાનોને નશાકારક પદાર્થોથી દૂર રહેવા તથા તેમના થકી સમાજ વ્યસનમુક્ત થાય તે માટે જાગૃતિ ફેલાવવા પાટણની આદર્શ સાયન્સ કાલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્લેકાડ્‌ર્સ અને બેનર્સ સાથે રેલી યોજી નશામુક્તિનો સંદેશ આપ્યો હતો. કાલેજ કેમ્પસથી ચતુર્ભુજ બાગ તથા રેલ્વે સ્ટેશન વિસ્તારોમાં રેલી દ્વારા વિદ્યાર્થીઓએ દારૂ-ડ્રગ્સનું વ્યસન છોડવા, તેનાથી થતા શારીરિક અને સામાજીક નુકશાન અંગે લોકોને માહિતગાર કર્યા હતા. રેલીના અંતે નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષકશ્રી શ્રુતિબેન દવેએ વિદ્યાર્થીઓને નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહેવા અપીલ કરી હતી.
આજના મોર્ડન અને ઝડપી યુગમાં જમાના સાથે કદમ મિલાવવાની તથા બધાથી આગળ નિકળી જવાની હોડ જામી છે ત્યારે સ્ટ્રેસના શિકાર થતા યુવાનો અનાયાસે અથવા શોખ, દેખાદેખી કે માત્ર સ્માર્ટ દેખાવાની ખોટી ઘેલછામાં નશાકારક પદાર્થોના દુરૂપયોગ તરફ વળે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ૨૬ જૂનના રોજ ઈન્ટરનૅશનલ ડે અગેઈન્સ્ટ ડ્રગ ઍબ્યુઝ ઍન્ડ ઈલ્લીસીટ ટ્રાફિકીંગ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત પાટણ જિલ્લાના નશાબંધી અને આબકારી વિભાગ, જિલ્લા સમાજ સુરક્ષા એકમ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે વ્યસનમુક્તિ અંગે આ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી કેતન પ્રજાપતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આદર્શ સાયન્સ કાલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફના કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.

Tags :