02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / 15 હજારની નોકરી છોડી શરૂ કર્યો બિઝનેસ, દર મહિને કમાય છે 1 લાખ

15 હજારની નોકરી છોડી શરૂ કર્યો બિઝનેસ, દર મહિને કમાય છે 1 લાખ   23/10/2018

હવે એગ્રીકલ્ચરમાં કરિયર માત્ર ખેતી સુધી જ સીમિત નથી. એગ્રીકલ્ચર સેક્ટરના બદલતા માહોલનું પરિણામ છે કે અન્ય સેક્ટરોની જેમ હવે એગ્રીકલ્ચર સેક્ટર પણ લોકોને આકર્ષિત કરી રહ્યું છે. ખેડુતોની આવકને વધારવા અને એગ્રીકલ્ચરને એક કરિયરના રૂપમાં બનાવવા માટે સરકાર પણ કેટલાક કોર્સ કરાવે છે. જેનો ફાયદો ઉત્તર પ્રદેશનાના શામલીના રહેવાસી ધન પ્રકાશ શર્માએ ઉઠાવ્યો. એગ્રીકલ્ચારમાં બીએસસી કર્યા બાદ તેમણે સરકાર દ્વારા કરાવવામાં આવતો કોર્સ કર્યો અને આજે તે દર મહિને 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે.

ધન પ્રકાશ શર્માએ વાતચીતમાં જણાવ્યું કે, તેમણે મેરઠ યૂનિવર્સિટીથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે. એગ્રીકલ્ચરમાં ડિગ્રી મેળવ્યા બાદ એક પ્રાઇવેટ કંપનીમાં માર્કેટની નોકરી લીધી. નોકરીમાં મન ના લાગતા તેમને એગ્રીકલ્ચરમાં કઇક કરવાનો વિચાર આવ્યો. જેના સરકાર દ્વારા ચાલતા એગ્રી ક્લિનિક એગ્રી બિઝનેસ સેન્ટરે તેમની મદદ કરી. તેમણે ત્યા બે મહિનાનો કોર્સ કર્યો અને ત્યારથી જ તેમની લાઇફ બદલાઇ ગઇ.

તેમણે જણાવ્યું કે, માર્કેટિંગ નોકરી હોવાના કારણે તેમને ગામડે-ગામડે જવાનું થતું હતું. તે સમયે તેમણે ખેડુતોની મુશ્કેલીઓને સમજી અને તેના ઉપાયો માટે મન બનાવી લીધું. તે જણાવે છે કે, તેમણે 12 વર્ષની નોકરી બાદ 15 હજારની નોકરી છોડી લો કોસ્ટ ફાર્મ મશીનરીની શરૂઆત કરી.

 

 
શર્માએ લો કોસ્ટ મશીનરીની શરૂઆત કરવા માટે 21.5 લાખ રૂપિયાની યૂનાઇટેડ બેંકથી લોન લીધી. ત્યારબાદ તેમણે 'નેપસેક સ્પ્રેયર'ની મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું. આ એક સ્પ્રેયર મશીન છે જેના દ્વારા ખેડુતો પોતાના ખેતરમાં સરળતાથી કેમિલક્સ છાંટી શકે છે.
3 મહિનામાં 5.5 લાખ રૂપિયાનો નેટ પ્રોફિટ એ વાત સાબિત કરે છે કે તેમનું નેપસેક સ્પ્રેયર ખેડુતોમાં મદદરૂપ સાબિત થયું છે. તે ખેડુતોના કામને સરળ બનાવવા માટે સ્પ્રેયરને રિડિઝાઇન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તે બેટ્રીથી ચાલતા સ્પ્રેયર પણ બનાવ્યા છે જે ખેડુતોની મહેનત ઓછી કરી નાખે છે.
ધન પ્રકાશે 2015માં પશુપતિ એગ્રોટેકનો પાયો નાખ્યો. ત્રણ વર્ષમાં તેમની કંપનીનું ટર્નઓવર 1 કરોડ રૂપિયા સુધી પહોચી ગયું. જેમાથી 10-12 ટકાનું પ્રોફિટ થઇ જાય છે. તેમનો બિઝનેસ 3-4 રાજ્યોમાં ફેલાયેલો છે અને તેઓ 6 લોકોને રોજગાર પણ પુરો પાડે છે.
તેમના પ્રોડક્ટ્સની કિંમત 1 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને 3 હજાર રૂપિયા સુધીની હોય છે. તેમણે એક સ્પ્રેયર ડેવલોપ કર્યો છે જે ટ્રેક્ટરની સાથે કામ કરે છે જેની કિંમત 36 હજાર રૂપિયા છે.
ધન પ્રકાશ પોતાનો બિઝનેસ વધારવા માંગે છે. તેમનું કહેવું છે કે, તે સીડ્સ અને પેસ્ટિસાઇડ્સના ફીલ્ડમાં પગ રાખવા માંગે છે. તે સિવાય લો કોસ્ટ અને એનર્જી ઇફિશંટ્લી સોલર ડ્રાયર, સીડ્સ ડ્રિલ, મલ્ટીપર્સપસ સિકલર્સ, પ્લાંટ્સ મેન્યુફેક્ચરિંગ પર ફોકસ વધી રહ્યું છે.

Tags :