02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / સાબરકાંઠા બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેન ચુંટાયા

સાબરકાંઠા બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેન ચુંટાયા   07/08/2018

સાબરકાંઠા બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેન ચુંટાયા
 
 
હિંમતનગર 
સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાની ખેડૂતોની આર્થિક જીવાદોરી ૩૧૦૦ કરોડનો બીઝનેશ કરતી ૧૯૦૦ કરોડ ઉપરાંત ડીપોઝીટ ધરાવતી અને ૧૩પ ઉપરાંત શાખાઓ ધરાવતી સાબરકાંઠા ડીસ્ટ્રીક્ટ મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેનની હિંમતનગર ખાતે ઈડર પ્રાંત અધિકારી દેસાઈની ઉપÂસ્થતિમાં ચુંટણી યોજાઈ જેમાં ચેરમેન અને વાઈસ ચેરમેનમાં કોઈપણ અન્ય ઉમેદવારી ન આવતા ચેરમેન તરીકે બીજીવાર મહેશભાઈ અમીચંદભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ નહારસિંહ ભાટી બીન હરીફ ચુંટાઈ આવ્યા હતા. શરુઆતમાં ધનસુરાના જગદીશભાઈ શામજીભાઈ પટલે ચેરમેન માટે મહેશભાઈ પટેલની દરખાસ્ત મુકી હતી જેનો ખેડબ્રહ્માના શામળભાઈ સવજીભાઈ પટેલે ટેકો આપ્યો હતો. જયારે વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી માટે માલપુરના જશુભાઈ શીવાભાઈ પટેલે દરખાસ્ત મુકી હતી અને ઉભરાણના ગોપાલભાઈ મોહનભાઈ પટેલે ટેકો જાહેર કરેલ. આમ કુલ ૧૮માંથી ૧૭ ડીરેક્ટરોની હાજરીમાં બંન્ને ચેરમેન અને વાઈસ ચેરમેનને પ્રાંત અધિકારી દેસાઈએ ચુંટાયેલા જાહેર કર્યા હતા. ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા મહેશભાઈ અમીચંદભાઈ પટેલ પુનઃ ચેરમેન તરીકે સર્વાનું મત્તે ચુંટાઈ આવતા રાજયના અને બન્ને જીલ્લાના સહકારી ક્ષેત્રના લોકો-ખેડૂતો સહિત અનેક અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા. મહેશભાઈ પટેલ રાજયમાં અગ્રણી સંસ્થા ગુજકો માસોલમાં પણ ડીરેક્ટર છે. ગુજરાત સ્ટેટ કો.ઓ. ક્રેડીટ સોસાયટીના વાઈસ ચેરમેનમાં પણ સેવા આપે છે. બોર્ડ મીટીંગરુમમાં બન્ને ચેરમેન અને વાઈસ ચેરમેનને પુષ્પ માળાથી અનેક લોકોએ વિશાળ સંખ્યામાં અભીનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, બોર્ડના ડીરેક્ટરો મુકેશભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, નરેન્દ્રભાઈ ઉપાધ્યાય, જગદીશભાઈ પટેલ, જશુભાઈ પટેલ, જેઠાભાઈ પટેલ, ઉમેશભાઈ અમીન, કનુભાઈ પટેલ, રામભાઈ પટેલ, ખેડબ્રહ્મા એપીએમસીના ચેરમેન જશુભાઈ પટેલ, સાબરકાંઠા જીલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મણીભાઈ પટેલ, નરેશભાઈ આર. પટેલ, ભોગીભાઈ પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહેલ.

Tags :