02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / PM મોદીએ રવાંડાને ગીફ્ટમાં આપી 200 ગાયો, જાણો શું છે તેનું કારણ?

PM મોદીએ રવાંડાને ગીફ્ટમાં આપી 200 ગાયો, જાણો શું છે તેનું કારણ?   25/07/2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ આફ્રિકી દેશોની યાત્રાના પહેલા પડાવ હેઠળ સોમવારે રવાંડા પહોંચ્યા હતા. આ કોઈ ભારતીય વડાપ્રધાનનો પહેલો રવાંડા પ્રવાસ છે. પીએમ મોદીએ રવાંડા સરકારને 200 ગાયો ગીફ્ટમાં આપી હતી. વિશ્વ રાજનીતિમાં ભારત સરકારના આ નિર્ણયની ચર્ચા થઈ રહી છે. તો જાણો પીએમ મોદીએ રવાંડાને આખરે ગીફ્ટમાં ગાયો કેમ આપી?
 
જો કે, પીએમ મોદીના આ નિર્ણય પાછળ રવાંડા સરકાર તરફથી ચલાવવામાં આવતી ગિરિંકા યોજના છે. ગિરિંકા ગરીબી ઉન્મૂલન માટે રવાંડા સરકારનો એક મુખ્ય કાર્યક્રમ છે. તેનો હેતું છે ‘એક ગરીબ પરિવારને એક ગાય’. તેનો મતલબ એવો છે કે દરેક ગરીબ પરિવારને એક ગાય આપીને તેમને સામર્થ્યવાન બનાવવાનો છે.
 
રવાંડાની સરકારે આ કાર્યક્રમ 2006માં શરૂ કર્યો હતો. ત્યાંની સરકારનો દાવો છે કે આ યોજના હેઠળ લગભગ 3.5 લાખ પરિવારોને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. આ યોજના હેઠળ સરકાર ત્યાં કુપોષણ દૂર કરવા માટે દરેક ગરીબ પરિવારને એક ગાય આપે છે, ત્યારબાદ તેનાથી પૈદા થનાર એક વાછરડાને બાજુના પાડોશીને આપશે. આ રીતે આ યોજના ચાલે છે. આ યોજનાનો હેતુ તે ગાયોના દૂધથી પરિવાર પોતાના બાળકોનું કુપોષણ દૂર કરશે. સાથે ડેરી ઈન્ડરસ્ટ્રીને પણ પ્રોત્સાહન આપવાનો છે.
 
ભારતની જેમ રવાંડા પણ કૃષિ પ્રધાન દેશ છે. અહીં ગાયને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. રવાંડાના પ્રાચીન ઈતિહાસમાં ગાયને મુદ્રાની જેમ પ્રયોગમાં લાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, રવાંડાની આબાદી 1.12 કરોડ છે. અહીંની સંસદમાં 2 તિતિયાંશ મહિલા સાંસદ છે.

Tags :