02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ ખાતે અછત અંગેની બેઠક યોજાઇ

પાટણ ખાતે અછત અંગેની બેઠક યોજાઇ   10/12/2018

 
 
પાટણ
રાજય સરકાર દ્વારા પાટણ જિલ્લાને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરતાં પાટણ ખાતે કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં કલેકટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં અછત અંગેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાણી પત્રકની કામગીરી, પીવાના પાણીની સ્થિતિ તેમજ આગોતરા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શહેરી વિસ્તારમાં પીવાના પાણીની સ્થિતિ, આયોજન, મનરેગા અને નરેગાના કામો, ખેતીવાડી ખાતાની સબસીડી, ઘાસચારા ડેપો, ગૌશાળાઅને પશુઓની સંખ્યા વગેરે તમામ બાબતોની ઝીણવટપૂર્વક ચર્ચા કરી સમીક્ષા કરવામાં આવી હતી. અછતની ઝડપી કામગીરી કરવા કલેકટરે લાયઝન અધિકારીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ, મહેસુલ, પાણી પુરવઠા, ખેતીવાડી, પશુપાલન ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.   

Tags :