02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / હવે ગુજરાતમાં દરિયાઈ વાવાઝોડાની આગોતરા ચેતવણી મળશે : અર્લી ડિસિમિનેશન સિસ્ટમ ઉભી કરવા મુખ્યમંત્રીની મંજૂરી

હવે ગુજરાતમાં દરિયાઈ વાવાઝોડાની આગોતરા ચેતવણી મળશે : અર્લી ડિસિમિનેશન સિસ્ટમ ઉભી કરવા મુખ્યમંત્રીની મંજૂરી   01/09/2019

ગુજરાતમાં દરિયા કિનારે વાવાઝોડાની આગોતરી ચેતવણી હવે લોકોને મળી રહેશે. આ માટે રૂ. ૪૫ કરોડની 'અર્લી વોર્નિંગ ડિસિમિનેશન સિસ્ટ ઊભી કરવા GSDMAને મુખ્યમંત્રીએ મંજુરી આપી છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રાજ્યમાં વાવાઝોડાના ખતરાના નિવારણ માટે નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને વર્લ્ડ બેન્કના સંયુક્ત ઉપક્રમે આ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. આ સિસ્ટમ શરૂ થયા પછી પાંચ વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સ ખર્ચ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઇ બજેટમાં કરવાનો પણ નિર્ણય કરાયો છે.

Tags :