બિહારમાં ઇન્ડિયન બેંકના ATMમાંથી રૂ.100ને બદલે નીકળવા લાગી રૂ.2000ની નોટ, ખબર ફેલાતાં લોકો કાઢી ગયા 8.72 લાખ રૂપિયા

જિલ્લાનું એક એટીએમ 100 રૂપિયાની જગ્યાએ 2 હજાર રૂપિયાની નોટ આપી રહ્યું હતું. શુક્રવારે સાંદે આમ થવાનું શરૂ થયું. વાત જંગલમાં આગની જેમ ફેલાઇ ગઇ અને જહાનાબાદ રેલવે સ્ટેશનની પાસે આવેલી ઇન્ડિયન બેંકની શાખાના એટીએમની બહાર લોકોની લાંબી લાઇન લાગી ગઇ. મોડી રાત સુધી લોકો 8.72 લાખ રૂપિયા કાઢીને લઇ ગયા. બેંકના અધિકારીઓને જાણ થઇ તો તાત્કાલિકમાં એટીએમ બંધ કરાવવામાં આવ્યું.

બેંકના એક અધિકારીએ જણાવ્યું કે આ બધું એટીએમની સર્વિસિંગ કરનાર એન્જિનિયરની ભૂલના કારણે થયું છે. એટીએમમાં નોટ રાખવા માટે ચાર પ્રકારની કેસેટ હોય છે. 2000, 500 અને 100 રૂપિયાની નોટ અલગ-અલગ કેસેટમાં રાખવામાં આવે છે.

 

- એટીએમમાં સૌથી ઉપર 2000 પછી 500 અને સૌથી નીચે 100 રૂપિયાની નોટ રાખવાની કેસેટ હોય છે. એન્જિનિયરે ભૂલથી 2000વાળા કેસેટને 100 રૂપિયાની નોટના કેસેટની જગ્યાએ મૂકી દીધી. 
- એટીએમમાં પૈસા ભરવા ગયેલા કર્મચારીઓએ પહેલાની જેમ સૌથી ઉપરના કેસેટને 2000 રૂપિયાવાળું ચેસ્ટ સમજીને તેમાં નોટ મૂકી દીધી. ત્યારબાદ એટીએમમાંથી 100ની જગ્યાએ 2000 રૂપિયાની નોટ નીકળવા લાગી.

બેંક અધિકારીએ જણાવ્યું કે પૈસા પાછા મેળવવાની કોશિશ કરવામાં આવશે. જે દરમિયાન આ ગરબડ થઇ તે સમયે કેટલા લોકોએ પૈસા કાઢ્યા તેનો ડેટા બેંક પાસે છે. જે લોકોએ 100ના બદલે 2000 રૂપિયા કાઢ્યા છે તેમની પાસેથી પૈસા પાછા લેવાની કોશિશ કરવામાં આવશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.