ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ મહિલા પ્રોફેસર પર લગાવ્યા અત્યંત ગંભીર આરોપ

શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં સામે આવી છે. M.philની વિદ્યાર્થિનીએ ગુજરાત યુનિવર્સિટી સમાજવિદ્યા ભવનના મહિલા પ્રોફેસર સામે ફરિયાદ કરી છે. વિદ્યાર્થિનીએ પ્રોફેસર પર ગંભીર કહી શકાય તે પ્રકારના આરોપો લગાવ્યા છે.
 
આમ કોઈને કોઈ કારણોસર છાસવારે વિવાદમાં સપડાતી અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી વધુ એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આ વખતે એક વિદ્યાર્થિનીએ જ તેની મહિલા પ્રોફેસર વિરૂદ્ધ ગંભીર પ્રકારના આરોપ લગાવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
 
ઘટનાની વિગત પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા સમાજવિદ્યા ભવનમાં વિજ્યા યાદવ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ લિનિષા પંડ્યા નામની વિદ્યાર્થીની M.philનો અભ્યાસ કરી રહી છે. આ વિદ્યાર્થિનીએ પ્રોફેસર વિજ્યા યાદવ સામે ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ મહિલા પ્રોફેસર તેની સામે ઉદ્ધતાઇથી વર્તન કરે છે. દરેક નાના મોટા કામ કરાવે છે. ઘરના કચરા-પોતા, રસોઈ અને બાળકોને શાળાએ મુકવા જવા સહિતના કામો કરાવવામાં આવતા હોવાનો ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો છે.
 
વિજયા યાદવ એમ.ફીલ પાસ કરાવવા માટે રૂ.50,000 માગ્યા હોવાનો આરોપ પણ વિદ્યાર્થિનીએ લગાવ્યો છે. બીજી તરફ એકેડમિક કાઉન્સિલની બેઠકમાં આ વિદ્યાર્થિનીની ફરિયાદ અંગે ચર્ચા થઇ હતી. બેઠકમાં મહિલા પ્રોફેસર સામે થયેલી ફરિયાદ અંગે તપાસ કમિટીની રચના કરવાનો નિર્ણય કરાયો હતો
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.