02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / અમદાવાદમાં લાંબા સમય બાદ વરસાદી ઝાપટા, જાણો કયા-કયા વિસ્તારમાં પડ્યો વરસાદ

અમદાવાદમાં લાંબા સમય બાદ વરસાદી ઝાપટા, જાણો કયા-કયા વિસ્તારમાં પડ્યો વરસાદ   08/08/2018

અમદાવાદમાં પણ મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસ.જી હાઇવે, વેજલપુર, કાંકરિયા, દાણી લીમડા સહિતના વિસ્તારામાં વરસાદ વરસી રહ્યો છે.
 
લાંબા સમયના વિરામ બાદ અમદાવાદમાં ધીમી ધારે વરસાદ વર્ષી રહ્યો છે. શહેરાના પૂર્વ, પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના મણિનગર, દાણીલીમડા, કાંકરીયા, એસ.જી.હાઇવે, સોલા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદના આગમન સાથે જ શહેરીજનોમાં ખુશીની લહેરા જોવા મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
 
બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના કરવામાં આવી હતી. છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દેશના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાત સહિત પશ્ચિમનાં અન્ય રાજ્યોમાં 8 ઓગસ્ટ પછી ફરીથી ચોમાસું સક્રિય થવાની પ્રબળ શક્યતા છે.

Tags :