02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠા લોકસભા બેઠકનું વિક્રમી મતદાન કોને ફળશે ?

બનાસકાંઠા લોકસભા બેઠકનું વિક્રમી મતદાન કોને ફળશે ?   25/04/2019

ડીસા ર૦૧૪ ની સરખામણીએ બનાસકાંઠા લોકસભા બેઠકમાં આ વખતે નિરસ ચૂંટણી માહોલ વચ્ચે ૬૪.૭૦ ટકા જેટલું વિક્રમી મતદાન થવા પામ્યું છે. જેથી ઉમેદવારો સહિત તેમના ભકતોની ઉંઘ હરામ થઈ જવા પામી છે. બીજી બાજુ, પરિણામને લઈ અવનવી અટકળોનું બજાર ગરમાગરમ બની ગયું છે. જેના કારણે પરિણામને લઈ ઉત્તેજના છવાઈ છે. પરંતુ મત ગણતરીની મહિનાની મુદત અસહૃય થઈ પડી છે. 
ર-બનાસકાંઠા લોકસભા બેઠકમાં ર૦૧૪ માં ‘મોદી લહેર’ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીમાં પરંપરાગત હરીફ ભાજપ અને કોંગ્રેસે પ્રથમવાર ‘જાતિવાદી કાર્ડ’ ખેલી ચૌધરી - પટેલ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. તેમની સાથે અન્ય ૧ર ઉમેદવારોએ પણ નસીબ અજમાવ્યું હતું. જેમાં પ૮.ર૯ ટકા મતદાન થયું હતું. તેમાં પણ સૌથી વધુ ૬૪.પ૧ ટકા મતદાન દાંતામાં અને સૌથી ઓછું પ૪.૭૦ ટકા મતદાન વાવમાં થયું હતું. બાકીના થરાદમાં ૬૧.૭૯, ધાનેરામાં પ૮.૭૯, પાલનપુરમાં પ૭.૪૯, ડીસામાં પ૬.૪૧ અને દિયોદરમાં પપ.૪૧ ટકા મતદાન થયું હતું. જેથી પરિણામને લઈ ઉત્સુકતા છવાઈ હતી. પરંત ભાજપના હરીભાઈ ચૌધરીનો ર,૦ર,૩૩૪ મતોની જંગી લીડથી વિજય થયો હતો.
જા કે, પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન અનેક નદીઓમાં ઘણા નીર વહી ગયા હતા. પણ બનાસ કોરીધાકોર રહી ગઈ છે. નીર વહી ગયા હતા પણ બનાસ કોરીધાકોર રહી ગઈ છે. તેમ છતાં ર૦૧૯ માં પણ ભાજપ અને કોંગ્રેસે ફરી એકવાર જાતિવાદી કાર્ડ ખેલ્યું હતું. પરંતુ ‘મોદી લહેર’ ઓછી થઈ જતા અન્ય સામાજના લોકો ચૂંટણીથી વિમુખ થઈ ગયા. તેથી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસના ભારે ધમપછાડા છતાં ચૂંટણી માહોલ છેક સુધી જામ્યો ન હતો. તેથી પ૦ ટકા મતદાનની આગાહી વર્તાવા લાગી હતી. પરંતુ અણધાર્યો લોક ચૂકાદો આપવામાં જાણીતા બનાસવાસીઓ લોકશાહીના મહા ભીષણ પર્વમાં ષણ ગરમી અને લગ્નની સિઝન વચ્ચે પણ ઉત્સાહભેર જાડાયા હતા. તેથી પ્રારંભે નિરસ મતદાન બાદ બપોર પછી મતદારોએ મતદાન માટે લાઈનો લગાવી દેતા ૬૪.૭૦ ટકા જેટલું ‘રેકોર્ડ બ્રેક’ મતદાન થવા પામ્યું હતું. બનાસવાસીઓના આ આગવા મિજાજને જાઈ રાજકીય પંડીતો પણ માથુ ખંજવાળવા લાગ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલના મત વિસ્તાર થરાદમાં સૌથી વધુ ૭૦.૯૮ ટકા જયારે પાનલપુરમાં સૌથી ઓછુ ૬૧.પ૯ ટકા મતદાન થયું છે. દાંતા તાલુકામાં મુખ્યત્વે આદિવાસી પ્રજાની બહુમતિ છે તેમ છતાં આ પ્રજા મતદાન માટે જાગૃત છે. તેથી ર૦૧૪ માં દાંતામાં સૌથી વધુ ૬૪.પ૧ ટકા મતદાન થયું હતું. પરંતુ કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં આ વવખતે ૬૯.૬૯ ટકા મતદાન થયું છે.
જા કે, ઉંચા મતદાનને લઈ ઉમેદવારો અને તેમના સમર્થકોની ઉંઘહરામ થઈ ગઈ છે. કારણ મતદારોમાં અચાનક જાગૃતિ આપી ગઈ કે પછી શાસક પક્ષ સામેનો આક્રોશ અથવા લાગણી ઉભરાઈ યા કોંગ્રેસનો ગઢ જળવાઈ રહ્યો ? તે પ્રશ્નોનો જવાબ ‘મુમકીન’ નથી. કારણ શાણા બનાસવાસીઓ ચૂંટણી પત્યા પછી પણ મન કળવા દેતા નથી. એ સિવાય ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ખુલ્લુ સમર્થન આપી બે સભા પણ ગજવી હતી. તેથી તેમનો ‘ગેસનો બાટલો’ કોને દઝાડશે ? તેને લઈને પણ પરિણામનો તાળો મેળવવો અશકય થઈ પડયો છે. તેમ છતાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બુથ દીઠ થયેલ મતદાનના આંકડા મેળવી પરિણામનો કયાસ કાઢે છે. પરંતુ જા અને તો થી વાત આગળ વધતી નથી. તેથી ભર ઉનાળાની ગરમીમાં પરિણામને લઈ અવનવી અફવાઓનું બજાર ગરમાગરમ બની ગયું છે. જેથી પરિણામને લઈ ઉત્સુકતા સાથે ઉત્તેજના છવાઈ છે. ત્યારે મત ગણતરી આડે મહિનાની મુદત અસહ્ય થઈ પડી છે. 

Tags :