02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / સુપ્રીમ કોર્ટે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોની માહિતી વેબસાઈટ પર રજૂ કરવા રાજકીય પક્ષોને આદેશ કર્યો

સુપ્રીમ કોર્ટે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોની માહિતી વેબસાઈટ પર રજૂ કરવા રાજકીય પક્ષોને આદેશ કર્યો   13/02/2020

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજકીય પક્ષોએ ચૂંટણીના ઉમેદવારોને લગતા ગુનાહિત કેસોને લગતી માહિતી તેમની વેબસાઈટો પર આપવી ફરજિયાત છે. દેશમાં પ્રાદેશિકથી લઈ રાષ્ટ્રીયસ્તરે ચૂંટણી યોજાતી હોય છે ત્યારે અવાર-નવાર આ ચૂંટણીઓમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતારતા હોય છે. રાજકારણનું વધી રહેલું આ અપરાધિકરણ અંગે દાખલ એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આ અંગેની વિગતો વેબસાઈટ પર દેખાડવાની રહેશે.આ સાથે સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને આદેશ આપ્યો હતો કે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને શા માટે ટિકિટ આપવામાં આવે છે, તે અંગેની જાણકારી વેબસાઈટ પર આપવાની રહેશે. આ સાથે સુપ્રીમ કોર્ટને નક્કી કરવાનું હતું કે સુપ્રીમ રાજકીય પક્ષોને એવા લોકોને ચૂંટણીમાં ટિકિટ આપતા અટકાવવા અંગે આદેશ આપી શકે છે. ન્યાયમૂર્તિ રોહિંટન નરીમન અને ન્યાયમૂર્તિ એસ રવિંદ્ર ભટ્ટની ખંડપીઠે એક અરજી પર આ આદેશ આપ્યો હતો.

Tags :