02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ ખાતે જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ

પાટણ ખાતે જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ   21/12/2018

 
 
પાટણ
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પાટણ જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની પ્રથમ બેઠક જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શોભા ભૂતડાના અધ્યક્ષ પદે યોજાઇ હતી. 
આ બેઠકમાં જિલ્લામાં નશાબંધી નીતિના પ્રચાર-પ્રસારનો કાર્યક્રમ ઘડવા અને સેવાભાવી, સામાજિક, ધાર્મિક સંસ્થાઓનો સહકાર અને સહયોગ મેળવી જિલ્લામાં ગુજરાત સરકારની નશાબંધી નીતિનો સુચારૂ અમલ થાય તે અંગેના આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. 
આ બેઠકમાં અધિક્ષક, નશાબંધી અને આબકારી શ્રી એસ.કે.દવે, નાયબ પોલીસ અધિક્ષક, પાટણ, નશાબંધી અને આબકારી સબ-ઇન્સ્પેકટર એચ.વી.પટેલતથા પાટણ જિલ્લાના બિન સરકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

Tags :