02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / છાપી નજીકથી આર.આર.સેલની ટીમે વિદેશી દારૂ સાથે : એકને ઝડપ્યો

છાપી નજીકથી આર.આર.સેલની ટીમે વિદેશી દારૂ સાથે : એકને ઝડપ્યો   01/08/2018

છાપી નજીકથી આર.આર.સેલની ટીમે વિદેશી દારૂ સાથે ઃ એકને ઝડપ્યો
 
 
 
વડગામ તાલુકાના છાપી નજીક ઉમરદશી નદીના પુલ નજીકથી  આર.આર.સેલ. ભુજ દ્વારા વિદેશી દારૂ ભરેલ સ્વીફ્‌ટ કાર ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરી તપાસ હાથ ધરવાદ્‌માં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આર.આર.સેલ.ભુજ મિલકત સંબંધી ગુના સંદર્ભે છાપી વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યા હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે પાલનપુર તરફથી આવતી સ્વીફ્‌ટ કારને ઉભી રખાવી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂ બોટલ ૭૯૨ કિંમત ૧૨૯૬૦૦ સ્વીફ્‌ટ કાર કિંમત રૂ.૫ લાખ કુલ મળી તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ. ૬૩૦૧૦૦ નો મુદ્દા માલ કબ્જે કરી  દારૂ ની હેરાફેરી કરતા લક્ષમનસિંહ ઉમેદસિંહ જાતે રાવ રહે. જખરી તાલુકો ખેરવાડા જીલો ડુંગરપુર રાજસ્થાન વાળાની અટકાયત કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ છાપી પી.એસ.આઈ. પરિમલ દેસાઈએ હાથ ધરી છે.

Tags :