ડીસામાં રોમિયોના ત્રાસથી સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો

ડીસામાં  એક રોમિયોના ત્રાસથી સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સગીરાના કાકાએ તેને બચાવી હતી. બાદમાં સારવાર માટે સગીરાને ડીસા સીવિલ બાદ  પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી.
 
ડીસા તાલુકા કોટડા ગામે એક 16 વર્ષની સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. જોકે આ દરમ્યાન સગીરાના કાકા તેને જોઈ જતા તેને બચાવી લીધી હતી. સગીરાને સારવાર માટે ડીસા સિવિલ બાદ પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સગીરાએ જણાવ્યું પ્રતીક ઠક્કર નામના યુવક તેને છેલ્લા ત્રણ વર્ષથી તેને ત્રાસ આપતો હતો ઉપરાંત આ રોમિયો તેની સાથે લગ્ન કરવા વારંવાર દબાણ કરતો હતો. અંતે કંટાળી તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો સગીરાના પરિવારે તેને સારવાર માટે પાલનપુર ખાતે ખસેડી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.