અમદાવાદમાં એક જ દિવસમાં ઓનલાઈન છેતરપિંડીની ૪૦થી વધુ ફરિયાદથી હાહાકાર

ગુજરાત
ગુજરાત

જો તમે પણ ઓનલાઈન ખરીદી કરતાં હોવ તો હવે સાવધાન થઈ જજો. કેમ કે, દિવસે ને દિવસે ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદમાં એક જ દિવસમાં ઓનલાઈન ફ્રોડની ૪૦થી વધારે ફરિયાદો નોંધાતા હાહાકાર મચી ગયો છે. જ્યારે કચ્છ-ભુજમાં પણ ૧૦થી વધુ છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે.
 
જો કે એક જ દિવસમાં ૪૦થી વધુ ફરિયાદો નોંધાતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. તો સાથે એવી પણ ચર્ચા ઉઠી હતી કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેકટ તેમજ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટનો પ્રારંભ થવાનો છે તેને લઈને એકસાથે આટલી મોટી સંખ્યામાં ફરિયાદો નોંધવામાં આવી છે. અગાઉ પણ ગુનાઓ બનતાં જ હતાં પણ તેની ફરિયાદ કરવાને બદલે અરજી લઈ તપાસ કરે છે.
 
અમદાવાદમાં ઠગાઈના કિસ્સાઓની વાત કરીએ તો, નવા નરોડામાં રહેતા ડોકટરને અજાણી મહિલાએ ફોન કરી એસ.બી.આઈ. ક્રેડિટ કાર્ડમાંથી બોલતી હોવાનું કહી રૂ.૮૦ હજાર ભરાવડાવી છેતરપિંડી કરી હતી. તો અમદાવાદના મહેન્દ્રકુમાર ઘુઘડીયાના ફોન પર આઈફોન, ૧ કરોડનું ઈનામ લાગ્યું હોવાનો મેસેજ આવ્યો હતો. જેની કસ્ટમ ફી ભરવા મામલે તેઓએ ૪૫ હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં ભર્યા હતા. પણ આજદિન સુધી ગિફ્ટ મળી ન હતી. એક યુવકે ફોનપે કંપનીના કર્મીની ઓળખ આપનાર પર વિશ્વાસ કરતા કેશબેકની લાલચમાં ૬૩૦૦ ગુમાવ્યા હતા. તો અન્ય એક યુવકે ફ્લાઇટમાં લગેજ લઇ જવાની સ્કીમની લાલચમાં ફરવા જનાર યુવકે ૧.૩૮ લાખ રૂપિયા ગુમાવ્યા હતા.c

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.