ભીલડી નજીક વટાણાની બોરીઓ ભરેલ ટ્રેઇલર પલટયું

કચ્છના મુન્દ્રા શહેરમાં સૂકા વટાણાની ૬૬૦ બોરીઓ ભરીને ટ્રેઇલર (ન.આરજે ૧૪ જીજી ૧૯૮૭) ઉત્તર પ્રદેશ જઈ રહ્યું હતું જે ટ્રેઇલર ગુજરાતમાં પ્રવેશી આગળ જતું હતું દરમ્યાન ડીસા તાલુકાના વેપારી મથક ભીલડીના જૈન દેરાસર નજીક પુરઝડપે જઈ રહેલા ટ્રેઇલર આગળ અચાનક ગાય આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રેઇલર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ પલ્ટી ખાઈ ગયું હતું જેથી બોરીઓ નીચે પડતા વટાણા રોડ ઉપર વેરાયાં હતા સદનસીબે ટ્રેઇલર ચાલકનો અદભુત બચાવ થતા જાનહાની ટળી હતી આ બાબતે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.આ જગ્યાએ અગાઉ પણ ગંભીર માર્ગ અકસ્માતો થયેલા છે તેથી જાનહાની ટલતા તમામે હાશકારો અનુભવ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.