02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદ   04/10/2018

 
 
અમદાવાદ
ગુજરાતના વધુ કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ મોનસુનની વિદાય થઇ રહી છે ત્યારે કેટલાક ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. આજે સતત બીજા દિવસે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો હતો. સુરત, ભરુચ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. ઘણી જગ્યાએ કરા પણ પડતા ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. સુરતથી પ્રાપ્ત અહેવાલ મુજબ ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે ભાદરવા મહિનામાં પણ બફારાની Âસ્થતિ વચ્ચે બપોરના ગાળા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. સુરતમાં અનેક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ પણ મળ્યા છે જેથી ફાયર બ્રિગેડની ટુકડીઓ તરત પહોંચી હતી. આજે બપોરે વિજળીના કડાકા ભડાકા સાથે જારદાર પવન સાથે મધ્યમ વરસાદ થયો હતો જેથી કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયા હતા. ચોમાસાના અંતિમ તબક્કામાં આ વરસાદ થઇ રહ્યો છે. શહેરમાં બે દિવસ અગાઉ અને ગઇકાલે પણ વરસાદ પડ્યો હતો. આ વરસાદના લીધે નવરાત્રિના આયોજકોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં કચ્છમાં ૮૯ ટકા વરસાદની ઘટ રહી છે અને માત્ર ૨૬.૫૧ ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં સરેરાશ ૭૬.૬૧ ટકા વરસાદ થયો છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. બીજી બાજુ હવામાનના કહેવા મુજબ દક્ષિણમાં હળવા વરસાદી ઝાપટા જારી રહી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી નોંધાયું હતુ ંજ્યારે ભુજમાં સતત ત્રીજા દિવસે પારો ૪૧ રહ્યો હતો. સુરેન્દ્રનગરમાં પારો ૪૦ રહ્યો હતો. ગઇકાલે મંગળવારના દિવસે દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવાના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો હતો.

Tags :