પાલનપુર તાલુકાના રણાવાસ ગામનું બસ સ્ટેન્ડ પાર્કિંગ ઝોન બન્યું

પાલનપુર : પાલનપુર તાલુકામાં કેટલાક એસ.ટી પીકઅપ સ્ટેન્ડ કે જે વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હતા. તે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે. જેમાં પાલનપુર તાલુકાના રણાવાસ ગામમાં તો એક ડોક્ટર બસ સ્ટેન્ડને માલિકીનું સમજી લીધું હોય તેમ પોતાની ગાડી બસ સ્ટેન્ડની અંદર જ ર્પાકિંગ કરી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં એસટી તંત્ર દ્વારા તો ક્યાંક ધારાસભ્યો દ્વારા તેમની ગ્રાન્ટમાંથી એસટી બસ સ્ટેન્ડ ઊભા કરવામાં આવ્યા છે. તેમાં એસટી બસની રાહ જોવા માટે મુસાફરોને હેરાન ન થવું પડે અને ચોમાસાની ઋતુમાં વરસાદથીતેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગરમીથી બચવા માટે આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવે છે અને મુસાફરોને પણ બસની રાહ જોવા માટે અહીં બેસવાની સગવડ મળે તે હેતુસર બસસ્ટેન્ડ બનાવવામાં આવેલા છે. જોકે હાલમાં પાલનપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામોમાં તો આ બસ સ્ટેન્ડને દુર્દશા જોવા મળી રહી છે.વાત કરીએ પાલનપુર તાલુકાના રણાવાસ ગામની તો રણાવાસ ગામમાં આવેલું વર્ષો જૂનું બસ સ્ટેન્ડ તો છેલ્લા ઘણા વર્ષોથી આ બસસ્ટેન્ડ આવેલું હોઇ હાલમાં જર્જરિત થઈ ગયું છે અને ગમે ત્યારે ધરાશાયી થઇ જાય તેવી પણ સંભાવના છે. જેની સમારકામની કોઈએ આજ સુધી દરકાર લીધી નથી. ત્યારે આવું તૂટેલું ફુટેલું બસ સ્ટેન્ડ પણ મુસાફરોને બેસવા માટે કામ લાગતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગામમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટર દ્વારા તેની ફોર વ્હીલર ગાડી આ બસ સ્ટેન્ડમાં જ પાર્ક કરી દેવામાં આવતી હોય બસસ્ટેન્ડમાં મુસાફરોને બેસવામાં ભારે અગવડતા પડી રહી છે. ત્યારે આ તો બસ સ્ટેન્ડ છે કે ર્પાકિંગ ઝોન તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.