થરામાં મગફળી ખરીદીમાં અવ્યવસ્થાથી ખેડૂતો ત્રાહીમામ ખેડૂતોના હોબાળાથી જિલ્લા સભ્ય સચિવ દોડી આવ્યા

ગુજરાતમાં ગત વર્ષે મગફળી કૌભાંડની શાહી સુકાઈ નથી. ત્યાં પુનઃ ટેકાના ભાવે મગફળી ખરીદીની રાજ્યભરમાં ગત ૧પ મી નવેમ્બરથી શરૂઆત થઈ છે પરંતુ કોઈ જાતની વ્યવયસ્થા વગર વહીવટી તંત્રની અણધડ નીતિથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજ્ય જિલ્લા કક્ષાની  મોનીટરીંગ ટીમ બનાવી છે પરંતુ આ ખરીદી કોનીને કોના માટે એ ખેડૂતોને ખેડૂત વિશેષજ્ઞો જ સમજી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં ગત સાલ ભયાનક પૂર તાંડવમાં તારાજીનો ભોગ બનેલા કાંકરેજ તાલુકામાં રાજસ્થાનની ટ્રકો ભરી ભરીને મગફળી લાવી ટેકાના ભાવે વેચી હતી. આ વર્ષે સંપૂર્ણ દુષ્કાળ ગ્રસ્ત જાહેર થયેલા કાંકરેજ તાલુકામાં ટ્રેકટરો ભરી ભરીને મગફળી ટેકાના ભાવે થરા માર્કેટયાર્ડમાં આવી રહી છે જેની સામે ખરીદી થાય છે. પણ વાહન માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી માલનો ભરાવો થયો છે ને ખેડૂતો-તંત્રના કર્મચારીઓ હેરાન થતા જાવા મળ્યા હતા.
મગફળી ખરીદીમાં અવ્યવસ્થાની બૂમરાડ ઉઠતા જિલ્લા પૂરવઠા અધિકારી કમ મગફળી ખરીદી મોનીટરીંગ ટીમના જિલ્લા સભ્ય સચિવ એસ.જે.ચાવડાએ મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે વજનકાંટા-વાહનવ્યવહાર-કર્મચારીઓ મજુરોની મુઝવણ સાંભળવા મળી હતી જેમાં થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલે કહ્યું હતું કે, ખરીદીમાં અમારી ઓફીસના કર્મચારીઓની જરૂર હશે તો મુકવામાં આવશે. આ બધા  વચ્ચે કેટલાક સ્પષ્ટ વક્તા ખેડૂતો “આ વર્ષે પણ મગફળીમાં ખરીદી કૌભાંડ માટેના આ પેતરા રચાઈ રહ્યા છે તેમનું ચોકઠું ગોઠવાઈ જશે એટલે રાતોરાત ટૂંકો ભરાશે. ખેડૂતોની મગફળી સીસીટીવી કેમેરા તથા અન્ય કંટ્રોલ નીચે જ ખરીદાવી જાઈએ તેમ જણાવે છે. કાંકરેજ તાલુકામાં  સોટકા દુષ્કાળ ગ્રસ્તને દેવા નાબૂદી માટે બૂમરાડ પાડતા ખેડૂતોમાં માર્કેટયાર્ડમાં ક્યા ખેડૂતની કેટલી મગફળી અને અન્ય પાકોની પેદાશ થઈ તેની તપાસ ગ્રામસેવક, તલાટીઓ કરી રાજ્ય સરકારને સુપ્રત કરશે ખરા ?
બોક્ષ-મગફળીનો ખડકલો
 બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક થરા ખાતે મગફળી ખરીદીમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ છે વહનની વ્યવસ્થાના અભાવે મગફળીનો ખડકલો થયો છે. જેમાં તંત્રની લાપરવાહી સ્પષ્ટ થઈ જાય છે સરવાળે ખેડૂતોને જ શોષાવું પડી રહ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.