02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ગોધરાકાંડ મામલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ

ગોધરાકાંડ મામલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ   11/12/2019

વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડનો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ પાર્ટ-2નો રિપોર્ટ રજૂ કરાયો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચનો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે, ત્યારે આ રિપોર્ટમાં તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સદસ્યોને ક્લીનચીટ આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ અધિકારીઓ આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા નકારાત્મક હોવાની અને તેમની સામે ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે.
 
નાણાવટી કમિશન દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, તેમાં તે સમયના ત્રણ અધિકારીઓની નકારાત્મક ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની નકારાત્મક ભૂમિકા હોવાનું અને તેમની સામે ડિપાર્ટમેન્ટ લેવલની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં કહેવાયું કે, નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી. નરોડા પાટીયાકાંડમાં ઉશ્કેરણી કરાઈ હતી.

Tags :