યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પુનમના મહામેળાનો પ્રારંભ : પ્રથમ દિવસે ૩લાખ જેટલા યાત્રિકોએ મા જગદંબાના દર્શન કર્યા

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમના મહામેળાનો  કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલેના હસ્તે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા-અર્ચના કરીને રથને થોડેક સુધી ખેંચીને પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત હજારો માઇભક્તો પદયાત્રીકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતા.અંબાજી  ભાદરવી મહામેળાનો આનંદ,ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ભવ્ય પ્રારંભ થયો છે.  અંબાજી જતા તમામ રસ્તાઓ રાત-દિવસ યાત્રિકોથી ભરચક રહેશે. અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો છે. દિવસે થોડી ગરમી, રાત્રે ઠંડક અને હરિયાળા વાતાવરણમાં માઇભક્તો જયઅંબેના જયઘોષ સાથે અંબાજી પંહોચી રહ્યા છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોની સૂવિધા અને સ્વંયસેવકો,સંચાલકોની કામગીરી સરાહનીય છે. મિડીયાને માહિતી આપતાં કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, માતાજીના દર્શનાર્થે આવતા યાત્રીકોને વંદન કરુ છુ. તેમણે કહ્યું કે, લાખો યાત્રિકો માટે શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જીલ્લા વહિવટીતંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં કરવામાં આવી છે. અંબાજી,ગબ્બર અને રસ્તાઓ ઉપર વિસામો, આરોગ્ય, વીજળ,પીવાનુ પાણી,સુરક્ષા ,પરિવહન  અને ર્પાકિંગ અંબાજી મુકામે  દેવસ્થાન ટ્રષ્ટ દ્વારા  વિનામુલ્યે ભોજનની સુવિધા સહિત તમામ વ્યવસ્થાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાઇ હોવાનું જણાવ્યુ હતુ. મેળાના પ્રથમ દિવસે બુધવારે ૩લાખ જેટલા યાત્રિકોએ મા જગદંબાના દર્શન કર્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.