02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / કોંગ્રેસમાં ભડકો, પાટણમાં ત્રણ પૂર્વ ધારાસભ્યોનાં રાજીનામા

કોંગ્રેસમાં ભડકો, પાટણમાં ત્રણ પૂર્વ ધારાસભ્યોનાં રાજીનામા   29/03/2019

લોકસભાની ચૂંટણીમાં પસંદગી પ્રક્રિયા ઘોંચમાં પડી છે. કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની પસંદગી કરી શકી નથી. ટીકીટની વહેંચણી પહેલાં જ કોંગ્રેસમાં ભડકો થયો છે. પાટણમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની પસંદગી લગભગ નિશ્ચિત મનાઈ રહી છે ત્યારે કોંગ્રેસના ત્રણ પૂર્વ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. આ તરફ ચોટીલાના પૂર્વ ધારાસભ્યે પણ પક્ષ દ્વારા થતી અવગણનાના બહાને કોંગ્રેસનો ખેસ ઉતારી દીધો છે.
પાટણમાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનોની માંગ છે કે આયાતી નહીં પણ સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપો. આ બેઠક પર પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વચ્ચે કાંટે કી ટક્કર છે. હાઈ કમાન્ડે જ આ બંને પર નિર્ણય છોડી દીધો છે. અલ્પેશ ઠાકોરે તો ચૂંટણી પણ લડવાનો ઈન્કાર કરી દીધો છે. એટલે જગદીશ ઠાકોરના નામ પર મહોર નક્કી છે. આ શકયતાને જાતાં પાટણના પૂર્વ ધારાસભ્ય જાધાજી, કાંકરેજના ધારાસભ્ય ધારસિંહ ઠાકોરપ પૂર્વ ધારાસભ્ય ચમનજી ઠાકોરે નારાજ થઈ કોંગ્રેસમાંથી રાજીનામાં આપી દીધા છે. જેના પગલે ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આ તરફ ચોટીલાના પુર્વ ધારાસભ્ય શામજી ચૌહાણે પણ પક્ષની રીતિનીતિથી નારાજ થઈ સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમનું કહેવું છે કે, સમાજ કહેશો તો હું કોંગ્રેસને હરાવવા પ્રયત્ન કરીશ. એટલું જ નહીં, અપક્ષ ઉમેદવારી પણ નોંધાવીશ. જાકે તેમણે ભાજપમાં જાડાવવા અંગે કોઈ ફોડ પાડયો નહીં.
આમ કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠયા છે. ટીકીટની વહેંચણી પહેલાં જ કોંગ્રેસમાં અસંતોષની જવાળા ભભુકી ઉઠી છે. જેના કારણે પ્રદેશ નેતાગીરી ય ચિંતામાં મુકાઈ ગઈ છે.
૦૦૦

Tags :