ડીસા શહેરમાં હાઈવે પરના નડતરરૂપ દબાણો હટાવાયા

ડીસામાં વારંવાર ટ્રાફિક સર્જાય છે ત્યારે શનિવારે ડીસા નગરપાલિકાએ જલારામ મંદિર અને ગાયત્રી મંદિર બંને સાઇડના સર્વિસ રોડ ઉપર નડતરરૂપ લારી ગલ્લાઓ હટાવ્યા હતા.
ડીસામાં મોટાપાયે ટ્રાફિક સર્જાતું હોય છે જા કે આ અંગે વારંવાર ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત થવા પામી છે ત્યારે શનિવારે ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના હાર્દસમા વિસ્તાર ગણાતા ગાયત્રી મંદિર અને જલારામ મંદિરના બંને સર્વિસ રોડ પર ઉભેલા ૧૫ જેટલી લારીઓ અને છ જેટલાં કેબીનો હટાવવામાં આવ્યા હતા. આ અંગે ડીસા નગરપાલિકાના મનોજભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘દબાણ ધારકોને પહેલા પણ દબાણ હટાવવા સૂચના આપી હતી પરંતુ તેઓએ સૂચના ધ્યાનમાં ન લીધી હતી. જેથી પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે અને આગામી ૧૫ દિવસ સુધી સવાર અને સાંજે દબાણ દૂર કરવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.