વાવના પોલીસ કર્મચારીઓનો લાંચ રૂશ્વતનો વિડીયો વાયરલ

વાવ : સૂઈગામ તાલુકાના જેલાણા ગામના વતની અને માનવ સેવા એજયુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત રૂડાભાઈ કુંવરાભાઈ દેસાઈએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે, અમારૂં ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે અને લાંચ અને ભ્રષ્ટાચાર વિરોધી છે. અમને મળેલ માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી વાવ પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારે માઝા મુકી દીધી છે. જે સંદર્ભે અમારી માનવ સેવા એજયુકેશન ટ્રસ્ટ સંસ્થાએ સ્ટીંગ ઓપરેશન કરતાં વાવ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ સહિત ૪ થી વધુ વિડીયો લાંચ રૂશ્વતના બહાર આવેલ છે. જે વિડીયોની રૂડાભાઈએ સીડી કેસેટ બનાવી જિ.પો.વડા તેમજ લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો ગુજરાત સરકારમાં મુકી છે. વધુમાં આ વિડીયો ઈલેકટ્રોનીક મિડીયા અને પ્રિન્ટ મિડીયામાં સોશ્યલ મિડીયાના માધ્યમથી વાયરલ કરતાં વાવ પોલીસબેડામાં ખળભળાટ મચતાં દોડધામ શરૂ થઈ ગઈ છે. જે વિડીયોમાં એક વાવ પોલીસ મથકની મહિલા પોલીસકર્મી એક અરજદારની જાડેથી દાખલો કાઢી આપવા બાબતે પોતાની એકટીવા પાસે ઉભી રહી રૂ.૧૦૦/- ની લાંચ સ્વીકારતી નજરે પડે છે. જયારે બીજા વિડીયોમાં વાવ પોલીસ મથકના એક એ.એસ.આઈ. અરજી લખવાની લાંચ લેતા કેમેરામાં ઝડપાઈ ગયા છે. જયાર ત્રીજા વિડીયોમાં એક પીએસઓએ લાંચ સ્વીકારી અરજદારની અરજીનો નિકાલ કરી દેવાનો વિડીયો બહાર આવેલો છે તેમજ ચોથા વિડીયોમાં એક દારૂના બુટલેગર જાડે હપ્તાની વાતચીતની ઓડીયો કલીપ વાયરલ થઈ છે. આમ, રૂડાભાઈ રબારીએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે, છેલ્લા ૬ માસથી વાવ તાલુકામાં દારૂ, જુગાર, ટ્રાફિક, ચોરી જેવી બદીઓએ ભારે માઝા મુકી દીધી છે અને પોલીસતંત્ર તેમના જાડેથી હપ્તાઓ ઉઘરાવી આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓને સાથ આપી રહ્યું છે. જેની જવાબદારી વાવ પીએસઆઈના શીરે હોવા છતાં કોઈ નક્કર પગલાં ન ભરાતાં આ ટ્રસ્ટના માધ્યમથી સ્ટીંગ ઓપરેશન કરી વિડીયો સીડી બનાવી જિ.પો.વડા બ.કાં. અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અમદાવાદ ખાતે મુકવામાં આવી છે. આવા ભ્રષ્ટ કર્મચારીઓ વિરોધી યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો સંસ્થાના ટ્રસ્ટી રૂડાભાઈ રબારીએ હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. તેથી પોલીસ કર્મીઓની હાઈપર ટેન્શન વધી ગયું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.