02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / ગુમ પતિને મૃત સમજી પત્નીનું દિયરવટું ને 24 વર્ષે સુરતથી મળ્યા, પરિવાર સાથે થયું મિલન

ગુમ પતિને મૃત સમજી પત્નીનું દિયરવટું ને 24 વર્ષે સુરતથી મળ્યા, પરિવાર સાથે થયું મિલન   10/08/2018

સુરતઃ બિહારથી 24 વર્ષ પહેલાં ઘર છોડી ગયા હતા. તે આધેડ જીવિત હોવાની અને સિવિલમાં સારવાર લઈ રહ્યા હોવાની પરિવારને વતનમાં જાણ થઈ હતી. આધેડને મૃત સમજી તેમની પત્નીના નાના ભાઈ સાથે લગ્ન પણ કરાવી દેવાયાં હતાં. જોકે, તેઓ જીવિત હોવાની જાણ થતાં પરિવારમાં ખુશી વ્યાપી ગઈ છે. આધેડને લેવા માટે પરિવાર સુરત આવી પહોંચતા લાગણીસભર દર્શ્યો સર્જાયા હતા.
 
બિહારના રસુલપુરના અસહની ગામના વતની અને કડોદરા ખાતે રહેતા રાજનારાયણ અલગુ પ્રજાપતિ (ઉ.વ.56) 24 વર્ષ પહેલા ઘર છોડીને યુપીના દેવરિયાથી સુરત આવી ગયા હતા અને કડોદરામાં ડાઇંગ મિલમાં નોકરી કરતા હતા. પગમાં ઇન્ફેક્શન થવાથી સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો પગ કાપવાની તબીબોને ફરજ પડી હતી. પગ કપાયા બાદ અસહાય બની ગયેલા રાજનારાયણની સારસંભાળ રાખવા માટે કોઈ ન હોવાથી સિવિલના તબીબોએ બિનવારસી દર્દીઓની સારવાર કરતી સંસ્થા માનવસેવા ટ્રસ્ટના રાજેન્દ્રભાઈ ગૌતમનો સંપર્ક સાધ્યો હતો. 
 
રાજનારાયણ સાથે વાતચીતમાં તેઓ બિહારના વતની હોવાની જાણ થતા માનવ સેવા ટ્રસ્ટના રાજેન્દ્રભાઈએ સુરતના નવદુર્ગા મહિલા મંડળનો સંપર્ક સાધ્યો હતો. જેથી સંસ્થાની રેખા ઠાકુરે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો કર્યો હતો અને તેમના પરિવારની શોધના પ્રયાસો કર્યા હતા. જેમાં ઓળખ થઇ હતી. અને આજે રાજનારાયણનો મોટો પુત્ર અમિતકુમાર, નાનો પુત્ર સુમિતકુમાર, નાનો ભાઈ રાજકુમાર, સાઢુભાઈ ભુવનેશ્વર પંડિત અને સાળી સીતાદેવી પંડિત સહિતનો પરિવાર સુરત આવી પહોંચ્યો હતો. દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાગણીસભર દર્શ્યો સર્જાય હતા. ત્યારબાદ રાજનારાયણને તેમની સાથે લઈ બિહાર નીકળી ગયા હતા.
 
આધેડની શોધ બાદ પણ કોઈ પત્તો ન લાગતાં તેમની પત્ની મીનાદેવીના રાજનારાયણના નાના ભાઈ રાજકિશોર સાથે પરિવારે લગ્ન પણ કરાવી દીધાં હતાં. જોકે, મોટો ભાઈ મળી આવતાં પરિવારમાં ખુશી વ્યાપી ગઈ છે.

Tags :