02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / કોંગેસની મુશ્કેલી વધારનાર અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં મંત્રી બની શકે

કોંગેસની મુશ્કેલી વધારનાર અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં મંત્રી બની શકે   25/05/2019

 
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત પછી રૂપાણી સરકારના ચોથા વિસ્તરણની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. પાટણમાં લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરનારા શ્રમ અને રોજગાર મંત્રી દિલિપ ઠાકોરના સ્થાને કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોરને કેબિનેટમાં સમાવાય તો નવાઈ નહી. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા પિટિશન ફાઈલ કરી છે. વિધાનસભા અધ્યક્ષ તેની સુનવણીની પ્રક્રિયા શરૂ કરે તે પહેલા જ અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી રાજીનામુ આપાવીને કેબિનેટમાં બેસાડવાનો તખ્તો તૈયાર થઈ ચૂકયો હોવાનું ભાજપના વર્તુળો કહી રહ્યા છે. ભાજપના ટોચના નેતાઓ મંત્રીમંડળમાં હજુ ત્રણને ઉમેરવા જેટલી જગ્યા છે જ પરંતુ, આ વખતે હયાત મંત્રીઓને પડતા મુકીને બીજાને સમાવાવાનું નક્કી છે તેમ જણાવ્યુ હતુ. ચાણસ્માના ધારાસભ્ય અને કેબિનેટ દિલિપ ઠાકોર પાસે રહેલા વિભાગો સાથે તેમના વિકલ્પ તરીકે અલ્પેશ ઠાકોરને ભાજપ સરકારમાં સમાવીને ઉત્તર- મધ્ય ગુજરાતના ઓબીસી મતોમાં ભાજપના મુળિયા ઊંડા ઉતારવાનો વ્યુહ છે. ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યા બાદ સીધા જ કેબિનેટમાં સ્થાન આપવુ કે ભાજપના મેન્ટેડ પર રાધનપુરથી પેટાચૂંટણીમાં ચૂંટાયા બાદ મંત્રીપદે બેસાડવાના વિકલ્પ અંગે મોવડીમંડળ વિચાર કરી રહ્યુ છે.

Tags :