બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રીને ભીલડી નજીક નડ્યો અકસ્માત

 
 
બનાસકાંઠા જિલ્લાના ભાજપના મહામંત્રી ભારતસિંહ  ભટેસરિયાને આજરોજ વહેલી સવારે  ભીલડી ડીસા રોડ પરના લોરવાડા નજીક અકસ્માત નડ્યો હતો. રોડ પર નીલગાય આડી આવતા તેમની ગાડી રોડની સાઇડે ગરનાળામાં ઉતારી ગઈ હતી. જોકે, તેમનો આબાદ બચાવ થવા પામ્યો છે
.   
મળતી વિગતો અનુસાર આજરોજ ડીસા ખાતે બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલના કાર્યાલયનો શુભારંભ થવાનો હોય વહેલી સવારે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા શિહોરીથી નીકળી ડીસા આવવા રવાના થયા હતા ત્યારે ભીલડી ડીસા હાઇવે પરના લોરવાડા ગામ નજીક નીલગાય આડી આવતા ગાડીને અકસ્માત થયો હતો. જેમાં ગાડી રોડ ઉપર નીચે ઉતરી ગરનાળામાં ઉતારી ગઈ હતી.  જેમાં મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા તથા ડ્રાઇવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જોકે,  સામાન્ય ઇજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાડીને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. અકસ્માતના સમાચાર વાયુવેગે પહોંચી જતા ભાજપના કાર્યકરો સહિત લોકો દોડી આવ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.