પાલનપુર પંથકમાંથી રોયલ્ટી ચોરી કરતા 2 ડમ્પર ઝડપાયા

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા પાલનપુર તાલુકા ગઢ ગામેથી અને પાલનપુર ધનિયાણા ચોકડી નજીકથી  રોયલ્ટી ચોરી કરતા બે ડંમ્પર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.
 
બનાસકાંઠામાં રાત્રી દરમીયાન ઓવર લોડ તેમજ રોયલ્ટી ભર્યા વગર ખનિજનું વહન કરવામાં આવતુ હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી. જેના પગલે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીએ સ્ટાફ સાથે રાત્રી દરમીયાન પાલનપુર તાલુકાના ગઢ ગામે અને પાલનપુર ધનિયાણા ચોકડી પાસે ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં ખનિજની  ચોરી કરતા બે ડંમ્પરોને ઝડપી લઈ પાલનપુરની કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. આ અંગે ભૂસ્તર વિભાગ દ્વારા બંન્ને ડંમ્પરના માલીકોને નોટીસ આપી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતા અન્ય ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.
 
 કાંકરેજ તાલુકાના ઉચરપી ગામે ગતરોજ બપોરના સુમારે પ્રાથમિક શાળાની સામે કચરાનો ઢગલો પડ્યો હતો.જેમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. જે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને થોડી ક્ષણોમાં બાજુમાં આવેલ ઘરની અંદર પ્રસરી ગઈ હતી. આ બાબતે થરા નગર પાલિકાના ફાયરફાઇટરોને જાણ કરતા ફાયરમેન અરવિંદજી મકવાણા તેમજ હરજીભાઈ દેસાઈ ઘટના સ્થળે દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવના પગલે ગામમાં દોડધામ થઇ જવા પામી હતી.જોકે, ફાયરફાઇટરોની ત્વરિત કાર્યવાહીના કારણે મોટું નુકશાન તેમજ જાનહાની ટળી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.