02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / ખોખરા ગામનાં ગુમ થયેલ બાળકના વાલીજનો દ્વારા સેન્ટમેરીઝ સ્કૂલમાં ઉગ્ર રજુઆત

ખોખરા ગામનાં ગુમ થયેલ બાળકના વાલીજનો દ્વારા સેન્ટમેરીઝ સ્કૂલમાં ઉગ્ર રજુઆત   22/01/2019

 
 
 
 
                       વિજયનગર તાલુકાના ખોખરા ગામનો સેન્ટમેરિઝ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ખરાડી અજયકુમાર નારણભાઈ ગત મહિનાની ૨૧/૧૨/ ૨૦૧૮ના રોજ સ્કુલમાંથી એકાએક ગુમ થઈ જતા આજ રોજ સુધી કોઈ ભાળ ના મળતાં આજરોજ ખોખરા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો તથા બાળકનાં વાલીજનો સવારે સેન્ટમેરીઝ સ્કૂલના દરવાજા આગળ ઉપવાસ ઉપર બેઠા હતા અને બાળક ના મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ચીમકી આપી હતી. આ અંગેના સમાચાર વાયુવેગે પ્રસરી જતા વિજયનગર મામલતદાર પી.જી.ચૌહાણ અને વિજયનગર પી.એસ.આઈ. વાય.વાય. ચૌહાણ તાબડતોડ ઉપવાસ સ્થળ ઉપર દોડી આવ્યા હતાં અને ગ્રામજનોને સમજાવી મામલો થાળે પડ્‌યો હતો.  ખોખરા ગામના આગેવાન કાનજીભાઈ ડોડિયારે જણાવેલું કે વિજયનગર નામલતદાર અને પી.એસ આઈ. એ જણાવેલ કે જેમબને તેમ જલદી બાળકને શોધી આપવાની ખાતરી આપી હતી.

Tags :