02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Arvalli / મેઘરજ તાલુકાની જામગઢ હાઇસ્કુલમાં સાયાનેપસ ગૃપ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

મેઘરજ તાલુકાની જામગઢ હાઇસ્કુલમાં સાયાનેપસ ગૃપ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો   29/01/2019

 
 
 
 
                                   અરવલ્લી જીલ્લાના છેવાડાના આદિવાસી વિસ્તારની  નવ ચેતના યુવક મંડળ સંચાલિત જામગઢ હાઇસ્કુલ ખાતે સાયાનેપસ મેડિકલ અને પેરામેડિકલ ગ?પ ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જામગઢ આજુબાજુ ના ગોપાવાડા.વાંસળી. કદવાડી. ભડવચ. ગોમતીપુર. વૈડી. વાઘપુર. અને નિલકંઠ વગેરે અનેક  વિસ્તારોમાં થી ગરીબ દદીઁઓ આવ્યા હતા આ કેમ્પ માં  ૫૨૦ જેટલા  દદીઁઓ  એ દવા લીધી હતી અલગ અલગ વિભાગો ના નિષ્ણાત ડો .દ્વારા તપાસ કરી ને દવાઓ પુરી પાડવામાં આવી હતી  જેમાં  ફિઝીશીયન વિભાગમાં  અમીત અસારી. એમ. ડી. ડેન્ટલ વિભાગના ઘનશ્યામ ફેરા. ગાયનેક  વિભાગમાં અનિલ બારીયા. તેમજ આખાના વિભાગમાં હિના ક્લાસવા અને તેમની ૩૦ જેટલા અન્ય ડોક્ટરોની ટીમ હાજર રહીને ડુંગરાળ પ્રદેશના જામગઢમાં  મફત સારવાર આપી ગરીબ પ્રજાના આશીર્વાદ મેળવ્યા હતા. ફાર્માસીસ્ટ તરીકે મીતેશ ખાંટ અને ખુબ ઉત્સાહિત સમાજ પ્રેમી નંદુભાઈ મેણાત વગેરે ટીમ દ્વારા દવાઓ આપવાની કામગીરી સંભાળી હતી .સમગ્ર કાર્યક્રમનું  સફળતા પુર્વક સચાલન નવ ચેતના યુવક મંડળ સંચાલિત જામગઢ હાઇસ્કુલના પ્રમુખ આર કે મનાત અને તેમના સ્ટાફ દ્વાર કરવામાં આવ્યું હતું .

Tags :