02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / પોશીના તાલુકાના કોટડા ગામેથી આદીવાસી સગીરાને લઘુમતી સમાજનો યુવક ભગાડી જતા ચકચાર

પોશીના તાલુકાના કોટડા ગામેથી આદીવાસી સગીરાને લઘુમતી સમાજનો યુવક ભગાડી જતા ચકચાર   17/01/2019

 
 
 
 
 
 
                         સાબરકાંઠા જિલ્લામાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોશીના તાલુકાના કોટડા ગામે ૧૫ વર્ષીય આદીવાસી સગીરાને લઘુમતી સમાજનો યુવક અપહરણ કરી ભગાડી જતા આજે ભારે રોષ ફેલાયો છે.
પોશીના તાલુકાના કોટડા ગામે ૧૫ વર્ષીય આદીવાસી સગીરાને લઘુમતી સમાજનો યુવક ૩ દિવસ પહેલા અપહરણ કરી ભગાડી ગયો હતો. જેના પગલે આજે સગીરાના માતા પિતા લઘુમતી સમાજના યુવકના ઘરે જતા લઘુમતી સમાજના લોકોએ ભારે રોષ સાથે સગીરાના પિતા સહિત અન્ય લોકો પર પથરાવ કરતા સગીરાના પિતાને ગંભીર ઈજા થઈ છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના ફેલાઈ હતી. જોકે ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલમાં આ મુદ્દે ખેરોજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તેમજ પોલીસ દ્વારા પણ વિશેષ તકેદારી રાખી ચુસ્ત બંદોબસ્ત સાથે સગીરાને શોધવા માટે ટિમો કામે લાગી છે.

Tags :