02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ધાનેરા ખાતે રાયડા ખરીદી બંધ કરવા મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર

ધાનેરા ખાતે રાયડા ખરીદી બંધ કરવા મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર   11/07/2019

ધાનેરા : ધાનેરા તાલુકામાં સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડા ની ખરીદી બંધ થતાં ખેડૂતોએ એકઠા થઈ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી સાત દિવસમાં ખરીદી શરૂ  નહી થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી આપી હતી.
ધાનેરાના ખેડુતો પુરવઠા કચેરી આગળ બપોરે ભેગા થઈ નવા સંગઠનની રચના  કરી હતી.  જેમાં સંગઠનના ધાનેરા તાલુકા રાષ્ટ્રીય કિસાન સંગઠનની  કારોબારી સમિતિની બેઠક જીલ્લા પ્રભારીની હાજરીમાં મળેલ. જેમાં ધાનેરા તાલુકા રાષ્ટ્રીય  કિસાન સંઘના તાલુકા પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ મંત્રી તરીકે નવાભાઈ પી.મું.જી તથા જીલ્લા  સદસ્ય તરીકે કાળુભાઈ તરકની નિમણુંક કરવામાં આવી હતી ત્યારબાદ સંગઠન દ્વારા ધાનેરા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી જણાવેલ કે ગુજરાત સરકાર દ્વારા રાયડા ની ખરીદી સેન્ટર શરૂ કરેલ જેનો ધાનેરા તાલુકાના ૯૬૯૦ ખેડુતો દ્વારા ઓન લાઈન રજીસ્ટ્રેશનની અરજીની નોંધણી થઈ હતી. ત્યારબાદ તા.૮-૪-૧૯ના રોજ ખરીદી ચાલુ કરવામાં આવેલ જેમાં ત્રણ  હજાર  આસપાસ ખેડુતોની ખરીદી કરવામાં આવેલ ત્યારબાદ ૬૬૯૦ ખેડુતોનો માલ તોલવાનો બાકી હતો અને  અચાનક ખરીદી બંધ કરવામાં આવતાં ખેડુતો મુશ્કેલીમાં   મુકાયા છે. તો બાકી રહી ગયેલ ખેડુતો ની ખરીદી કરો અથવા ભાવાંતર યોજના મુજબ તેમના ખાતામાં ભાવ ફેરના નાણાં  જમા આપો જા ખરીદી અથવા ભાવાંતર બદલો આપવામાં નહી આવેતો અમો વહીવટી તંત્રને સાત દિવસની મુદત આપીએ છીએ જા સાત દિવસમાં નિર્ણય  નહી લેવાય તો આંદોલન કરવાની ફરજ પડશે તેની ગંભીર નોંધ લેવા બી.કે.કાગે જણાવ્યું હતું.

Tags :