02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / આજે ગુજરાત ફરી ગાજવીજ-પવન સાથે વરસાદની શક્યતા

આજે ગુજરાત ફરી ગાજવીજ-પવન સાથે વરસાદની શક્યતા   15/05/2019

અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા ભાગોમાં આજે ફરી એકવાર તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદ અને હળવા તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવિજ સાથે વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગો જેમ કે રાજકોટ, અમરેલી અને કચ્છના વિવિધ ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં સતત ફેરફારની Âસ્થતિ જાવા મળી રહી છે. બીજી બાજુ અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન વધીને ૪૧ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૫ ઉપરાંત ગાંધનગરમાં ૪૧.૪ અને સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી સુધી તાપમાન રહ્યું હતું. અમરેલીમાં ૪૦.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત વડોદરા, વીવીનગર, અમરેલી, રાજકોટમાં પારો ૪૦થી ઉપર રહ્યો હતો. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આયું છે કે, ગરમી અકબંધ રહેશે. પારો ૪૧ અને ૪૨ની વચ્ચે રહેશે. જાણકાર લોકોનું કહેવું છે કે, આજે અમદાવાદ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહ્યું હોવા છતાં બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થયાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. યલો એલર્ટની જાહેરાત કરવામાં આવ્યા બાદ કેટલીક સલાહ પણ આપવામાં આવી છે. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જાઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જાઈએ. 

Tags :